gajeravidyabhavanguj
નેશનલ ડોક્ટર્સ ડે
આજરોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં ગુજરાતી માધ્યમમાં ડોક્ટરર્સ ડે નિમિત્તે શાળા આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણી તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન ગજેરા તેમજ કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટરર્સ ડે નિમિતે પધારેલ મહેમાનશ્રી નસીત હરેશભાઈ, તરસરીયા દિલીપભાઈ, કાકડિયા હર્ષદભાઈ, શાહ ચેતનકુમાર, માયાણી ભરતભાઈ, ડૉ.શૈલેષ જેઠવા આ તમામ ડોક્ટર શાળાનાં કોન્ફરન્સ હોલમાં શાળાનાં ધોરણ 8 થી 12 બાળકોએ ભાગ લીધો હતો તેમજ જેમને આ ક્ષેત્રમાં જવું છે તેમને મહેમાનશ્રી પાસે પ્રશ્નોતરી દ્વ્રારા વધુ માહિતી મેળવી હતી. શહેરનાં નામાંકિત પેરેન્ટ્સ ડોક્ટરને ડોક્ટરર્સ ડે નિમિત્તે બોલાવવામાં આવ્યા હતા. તેમને પોતાના પ્રવચનમાં આ પ્રમાણે કહ્યું કે આ કોરોનાકાળમાં આપણે સારી રીતે સમજી ગયા છીએ કે જીવનમાં ડોક્ટરનું મહત્વ કેટલું હોય છે. ડોક્ટર એ માનવીના રૂપમાં એક ભગવાન હોય છે, જે એક નવું જીવન આપવાની ક્ષમતા રાખે છે. આપણા દેશમાં પ્રાચીનકાળથી વેદ પરંપરા રહી છે. જેમાં ધન્વંતરી, ચરક, સૃશ્રુત આજે જીવી રહી ચુક્યા છે. ધનવંતરીને ભારતમાં એક ભગવાન તરીકે પૂજવામાં આવે છે. 1 જુલાઈના રોજ ડો. બિધાનચંદ્ર રોય ના જન્મદિવસ તરીકે ડોક્ટરર્સ ડે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકારે વર્ષ 1991માં રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવવાની શરૂઆત કરી હતી. ડો.બિધાનચંદ્ર રોય જન્મદિવસ અને પુણ્યતિથિ એક જ દિવસે આવે છે. આ દિવસે લોકોને ડોક્ટરના મહત્વ વિશે જાગૃત કરવામાં આવે છે સાથે જ ડોક્ટરનાં યોગદાનની સરાહના કરવામાં આવે છે. બિધાનચંદ્ર રોયના જન્મદિવસને ડોક્ટરર્સડે તરીકે ઉજવવાનું કારણ એ છે કે, તેઓ પોતાની બધી જ કમાણી દાન કરી દેતા હતા. તેઓ લોકો માટે એક રોલ મોડલ છે.