gajeravidyabhavanguj
નેવી ડે સેલીબ્રેશન
4 થી ડિસેમ્બર એટલે નેવી ડે. આ દિવસની ઉજવણીનાં ભાગરૂપે આજરોજ ધોરણ-11 સાયન્સનાં વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેમિનાર ઈન્ડિયન નેવી રીટાયર્ડ ઓફિસર સુનીલ સિંઘ ધ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે ઇન્ડિયન નેવી વિશે ખૂબ જ વિશદ છણાવટ કરી હતી તથા નેવી, આર્મી અને એરફોર્સમાં કેવા કેવા ઓપ્શન છે તેમની ભરતીની પ્રક્રિયા વિષે ખૂબ જ સારું માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું તે ઉપરાંત તેમની સાથે અજય સિંઘ, અમ્રેન્ટર સિંઘ તથા દિલબાગ સિંઘ જેવા રીટાયર્ડ ઓફિસરે પણ પોતાના અનુભવો શેર કર્યા હતાં. આ સેમિનારમાં બાળકો સાથે પ્રશ્નોતરી પણ થઈ હતી જેમાં બાળકોને મુંજવતા પ્રશ્નોના જવાબોની ચર્ચા થઈ હતી તથા બાળકોને પોતાનામાં ડિસીપ્લીન કેવી રીતે લાવી શકાય તે બાબતે પણ ખૂબ જ સારી માહિતી આ ઓફિસરો ધ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને આ સેમિનાર ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી સાબિત થયો હતો. આવનાર મહેમાન ધ્વારા ગજેરા ટ્રસ્ટની એક્સ્ટ્રા પ્રવૃતિઓ અંગે પણ તેમણે ખૂબ જ પ્રશંસા કરી હતી જે બદલ આપણા ટ્રસ્ટનો અને ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાનો પણ ખૂબ જ આભાર માન્યો હતો.