top of page
  • Writer's picturegajeravidyabhavanguj

નારી તું નારાયણી !

Women is symbol of Power, God’s

Finest & beautiful creation without

Whom no creation is possible. One who gives birth n nurtures.

Happy International Women’s Day

સંસ્કૃતમાં એક શ્લોક છે.

"यत्र नार्यस्तु पूज्यंते रमंते तत्र देवता"

એટલે કે જ્યાં નારીની પૂજા હોય છે. ત્યાં દેવતા નિવાસ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં નારીના સમ્માનમાં ખૂબ મહત્વ આપ્યું છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત એક વિરોધ આંદોલનથી થઈ છે. વર્ષ 1908માં 28 ફેબ્રુઆરીએ લગભગ 15 હજાર મહિલાઓએ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં માર્ચ કાઢીને નોકરીમાં ઓછા કલાકો, પુરુષ સમાન સેલેરી અને મત આપવાના અધિકાર માટે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેના બરાબર એક વર્ષ બાદ સોશિયલિસ્ટ પાર્ટી ઑફ અમેરિકાએ 28 ફેબ્રુઆરીના આ દિવસને પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કરી દીધો. ત્યારબાદ આ ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે મનાવવામાં આવવા લાગ્યો.મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવવા વિશે ક્લારા જેટકિને સૌથી પહેલા વિચાર્યુ હતુ. ક્લારા જેટકિને 1910માં કોપેનહેગનમાં કામકાજી મહિલાઓની એક ઈન્ટરનેશનલ કૉન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવાનુ પહેલી વાર સૂચન કર્યુ. એ વખતે પ્રેસ કૉન્ફરન્સમાં દુનિયાભરના 17 દેશોની 100 મહિલાઓ શામેલ હતી. બધાએ આ સૂચનનુ સમર્થન કર્યુ અને 1910માં જ સોશિયલિસ્ટ ઈન્ટરનેશનલના કોપેનહેગન સંમેલનમાં મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2021: 8 માર્ચે એટલે કે આજે દુનિયાભરમાં લોકો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને મનાવવા પાછળનુ લક્ષ્ય છે સમાજમાં મહિલાઓને સમાન હક આપવો અને સમાજમાં તેમની ભાગીદારીને પ્રોત્સાન આપવુ. દરેક દેશમાં આ દિવસને અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. આ દિવસને મહિલાઓના આર્થિક, રાજકીય અને સામાજિક ઉપલબ્ધિઓ યાદ કરવામાં આવે છે. મોટાભાગના લોકો આ દિવસે મહિલાઓને ફૂલ અને ગિફ્ટ્સ આપે છે.

આખું વિશ્વ જ્યારે આ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે ગજેરા વિદ્યાભવનમાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો. તેમાં શાળાના તમામ મહિલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને પ્રોત્સાહન આપવા માટે

સિવિલ હોસ્પિટલ ચેસ્ટ એન્ડ ટીબી ના હેડ ઓફડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિયન ના નેશનલ કમિટીના હોદ્દેદાર તથા નર્મદ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર એવા ડૉ. પારુલ બેન વડગામા અને પી. એસ. આઈ. નિરંજનાબેન ગામીત મહિલા દિન નિમિત્તે પોતાની વાણી દ્વારા સર્વે મહિલા કર્મચારીઓને સન્માનિત કરવા માટે પોતાના શબ્દ પુષ્પો રૂપી સુવાસ ફેલાવી હતી અને શિક્ષકોને પ્રેરણા રૂપ બન્યા હતા . શાળાના આચાર્યાશ્રી ભાવિષાબેન સોલંકી અને ઉપાચાર્યશ્રી દ્વારા આ મહિલા અધિકારીઓનું પણ શાળા પરિવાર વતી સન્માન કરવામાં આવ્યું હતું.

શાળાના મહિલા કર્મચારીઓ જેમાં શિક્ષકગણ તથા પિયુન સ્ટાફની તમામ મહિલાઓને વિવિધ પ્રકારની રમતો રમાડી હતી અને તેના માટે

શાળાના જેન્ટ્સ સ્ટાફ એ અથાગ પ્રયત્ન કરીને કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો હતો. તેઓના સન્માનમાં શિક્ષક શ્રી હરિકૃષ્ણ સર અને કલ્પેશ સરે પણ વક્તવ્ય આપ્યું હતું તથા ગીત- સંગીત નો પ્રોગ્રામ પણ રાખ્યો હતો.

स्वयं को पहचान, तुझ में शक्ति अपार है,

स्वयं को नमन कर और आगे बढ़ चल

ठोकर मार उसे जो तेरा सम्मान करना न जाने

बढ़ चल, बढ़ चल, नई राहें तेरा रस्ता तके हैं

तेरे आंचल में हैं अपार खुशियां, क्योंकि सिर्फ आज नहीं हर रोज़ तेरा दिन है |

બાળકોમાં સંસ્કાર ભરવાનું કામ માતાના રૂપમાં નારી દ્વારા જ કરાય છે. આ તો અમે બધા બાળપણથી જ સાંભળતા આવી રહ્યા છે કે બાળકોની પ્રથમ ગુરૂ મા જ હોય છે. માના વ્યક્તિત્વ-કૃતિત્વના બાળકો પર સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારનો અસર પડે છે.

અંતમાં અમે આટલું જ કહીશ કે દરેક મહિલાનો સમ્માન કરો. માણસને આ નહી ભૂલવું જોઈએ કે નારી દ્બારા જ જન્મ આપ્યા પછી તમે આ વિશ્વમાં અસ્તિત્વ મળ્યું છે અને અહીં સુધી પહોંચ્યા છો. તેનો અપમાન કરવું યોગ્ય નથી. ભારતીય સંસ્કૃતિમાં તો મહિલાને દેવી, દુર્ગા અને લક્ષ્‍મીના રૂપ આપી સમ્માન આપ્યું છે.

697 views0 comments
bottom of page