gajeravidyabhavanguj
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી...
કૃષ્ણ એટલે પ્રેમ, પ્રજ્ઞા અને પરાક્રમની પરાકાષ્ઠા

“કૃષ્ણ જન્મ દિવસ ની ખૂબ ખૂબ વધાઈ,
આ જ આંગણે વાગે મંગળ શરણાઈ,
લાલાને મોરપીંછ મુકુટ ને હરિ કાજે વાંસલડી,
નંદબાવા ઘેર આજ બહુત આનંદ છવાઈ”
ભગવાન વિષ્ણુનું કાર્ય સંસારનું સંચાલન કરવાનું છે. તેથી આસુરી વિચાર વૃત્તિ ધરાવતા જીવોથી જ્યારે ધરા થાકે ત્યારે સંસારના અન્ય જીવોને બચાવવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ વિવિધ અવતારો લીધા પરંતુ આ તમામ આવતારોમાં બહુમાન કેવળ મનુષ્ય અવતાર શ્રીકૃષ્ણને જ મળ્યો છે.
મથુરા નગરીમાં રોહિણી નક્ષત્ર મધ્યે વૃષભલગ્ન શ્રાવણ વદ અષ્ટમીની પવિત્ર તિથિએ પ્રેમાવતાર, સર્વાતાર, જ્ઞાનવતાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયુ હતું. વિષ્ણુના અન્ય અવતારો અંશાવતાર કે કલાવતાર ગણાય છે. જ્યારે શ્રી કૃષ્ણએ પૂર્ણાવતાર છે.
શ્રીકૃષ્ણ એટલે પ્રેમનો સાક્ષાત અવતાર કર્તવ્યનો સાક્ષાત અવિર્ભાવ આધ્યાત્મક અને જીવનના અનોખો સંગમ. જન્માષ્ટમી એટલે જીવનની જવાબદારીઓ નિભાવી વિરોધ અને વિકટ પરિસ્થિતિના અંધકારમાં કર્તવ્યને જ્યોત જલાવી.
શ્રીકૃષ્ણથી જ પ્રકૃતિ ઉત્પન્ન થઈ હતી, સંપૂર્ણ પ્રાકૃતિક પદાર્થ પ્રકૃતિના દરેક કાર્ય સ્વયં શ્રી કૃષ્ણના હાથમાં જ હતું. શ્રી કૃષ્ણએ આ પૃથ્વી પરથી અધર્મને જળમૂળથી ઉખાડી ફેંક્યો અને તેને સ્થાને ધર્મને સ્થાપિત કરી દીધો. બધા જ દેવતાઓમાં શ્રીકૃષ્ણ જેવા હતા જે આ પૃથ્વી પર સોળ કળાઓ થી પરિપૂર્ણ થઈને અવતરિત થયા હતા.
“ગોકુળ માં જે કરે નિવાસ ગોપીઓ સંગ રચાવે છે જે રાસ,
યશોદા દેવકી જેમની મૈયા એવા છે અમારા કૃષ્ણકનૈયા”

પોતાના કાર્યોને સિદ્ધ કરવા માટે તેમણે સામ-દામ-દંડ-ભેદ બધાનો જ ઉપયોગ કર્યો. તેમનો પૃથ્વી પર અવતાર લેવાનો ઉદ્દેશ્ય હતો કે પૃથ્વી પરથી બધા જ પાપીઓનો નાશ થાય તેમનો કર્મ વ્યવસ્થાને સર્વોપરી માની કુરૂક્ષેત્રની ભૂમિમાં અર્જુનને જ્ઞાન આપતા ગીતા ની રચના કરી. જે આજના કળિયુગ ની અંદર હિંદુ ધર્મમાં મહાન ગ્રંથ છે.
શ્રીકૃષ્ણ માતા દેવકી અને વાસુદેવના પુત્ર છે. તેમનો જન્મ મથુરાની જેલ માં રાત્રે બાર વાગ્યે થયો હતો કંસના ડર થી વાસુદેવ શ્રીકૃષ્ણ અને યમુના નદી પાર કરી બાબા નંદરાવ અને યશોદા પાસે ગોકુળમાં મૂકી આવે છે આમ એક જન્મ આપનાર અને એક પાલક માતાપિતા હતા.
બાળકોમાં દયા, પ્રેમ, ક્ષમા અને સહિષ્ણુતા જેવા ગુણો કેળવાય અને બાળક ભગવાન શ્રીકૃષ્ણ જીવનથી પરિચિત થાય તે હેતુથી આજરોજ અમારા બાલભવનમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કૃષ્ણના જન્મ પ્રસંગની સમજૂતી આપી કૃષ્ણની બાળલીલા “નાગદમન” નાટકકૃતિ દ્વારા દર્શાવવામાં આવી. પ્રાચીન કૃષ્ણ જન્મ સમય અને આજના યુગમાં થતી જન્માષ્ટમીની ઉજવણીના તાદ્દેશ્ય રીતે રજૂ કરવામાં આવી.

બાળકોએ મટકી ફોડી રાસની મજા માણી બધા જ બાળકો કૃષ્ણ અને રાધાના પહેરવેશમાં આવ્યા હતા. એક્ટિવિટીના ભાગરૂપે બાળકોએ તોરણ બનાવ્યા અને આરતીની થાળી અને મટકી ડેકોરેશન કરી હતી. જેથી સમગ્ર વાતાવરણ ગોકુળમય બની ગયું હતું, સાથે જ નંદ ઘેર આનંદ ભર્યો ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
