gajeravidyabhavanguj
નાતાલ

ભારતને તહેવારોનો દેશ તરીકે ઓળખવામાં આવે છે. અહીં દરેક તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નાતાલ એ ખ્રિસ્તી લોકોનો મુખ્ય લોકપ્રિય તહેવાર છે. આખાયે વિશ્વમાં આ તહેવારની ઉજવણી ખૂબ જ ઉમંગ - ઉત્સાહથી કરવામાં આવે છે.
25 મી ડિસેમ્બરના દિવસને નાતાલ તરીકે ઉજવવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ જન્મદિવસ છે. લોકો તેમના ઘરની સાફ-સફાઈ કરે છે. અને ઘરોને રોશની થી શણગારે છે. નાતાલની ઉજવણી માટે ખાસ કેક અને મીઠાઈઓ બનાવવામાં આવે છે. લોકો એકબીજાને કેક ખવડાવી નાતાલની શુભેચ્છા પાઠવે છે. ક્રિસમસ ટ્રીની ખરીદી કરી તેની રોશની અને ફુગ્ગાઓથી શણગારવામાં આવે છે. દરેક ઘરના દરવાજા પર સ્ટાર જોવા મળે છે.
નાતાલ બાળકોનો લોકપ્રિય તહેવાર છે. સાન્તાક્લોઝ એ બાળકોના ખાસ મિત્ર છે. તે બાળકો માટે વિશેષ ભેટ અને ચોકલેટો લાવે છે. અને બાળકોને મનોરંજન કરાવે છે.
નાતાલની સાંજે લોકો ચર્ચમાં જાય છે અને પ્રભુ ઈસુ સન્મુખ પ્રાર્થના કરે છે. લોકો સગા સંબંધીઓ તથા આડોશ પાડોશના ઘરે જઈ “મેરી ક્રિસ્મસ”ની શુભેચ્છા પાઠવે છે.
નાતાલ એ કરુણા, પ્રેમ અને બંધુત્વનો તહેવાર છે. એ વિશ્વમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ પાઠવે છે.
HAPPY MERRY CHRISTMAS
આ પવિત્ર તહેવારને ગુજરાતીમાં નાતાલ, અંગ્રેજીમાં ક્રિસમસ અને હિન્દીમાં ‘બડા દિન’તરીકે મનાવવામાં આવે છે.
આમ, આ તહેવારને અનુલક્ષીને આજરોજ ગજેરા વિદ્યાભવનમાં પણ નાતાલની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. તેમાં ધોરણ ૧અને ૨ના વિદ્યાર્થીઓને આર્ટ અને ક્રાફ્ટ વર્ક દ્વારા બાળકોની પસંદગીની પ્રવૃત્તિના માધ્યમથી ઉજવણી કરી હતી. જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.