gajeravidyabhavanguj
"નાટક"-એક બિન-વૈકલ્પિક શૈક્ષણિક પદ્ધતિ
પહેલાના સમયની સમાજની શૈક્ષણિક સ્થિતિની વાત કરીએ તો ગણ્યા ગાઠ્યા લોકો જ અક્ષર જ્ઞાનથી પરિચિત હતા. લોકો ન તો લખવાનું જાણતા કે ન તો તેને ઉકેલવાનું. (વાંચવાનું) તે સમયમાં સમાજમાં કોઈ વિષય-વસ્તુની જાગૃતતા માટે અથવા તો કહીએ લોકોને જે તે વિષયમાં માર્ગદર્શન આપવા માટે તે સમયના શિક્ષણવિદો રાજાઓને ભવાઈ, નાટક,કઠપૂતળી વગેરેના માધ્યમોનો ઉપયોગ કરવાની સલાહ આપતા અને રાજાઓ આ બધાનો ઉપયોગ પણ કરતા. વિચારો કે નિરક્ષર લોકોમાં પણ વિષય-વસ્તુનું શિક્ષણ આપી શકતી આ એક અમૂલ્ય પદ્ધતિ છે.

નાટક દ્વારા આપણે જે શીખવાનું તે પણ આપણા અભ્યાસક્રમનો જ એક ભાગ છે. ઘણીવાર આપણી ફરિયાદ હોય છે કે આજે ચલાવેલા અભ્યાસના મહાવરા માટે વિદ્યાર્થીઓ ઘરે ચોપડી લઈ બેસતા જ નથી. વિચારો કે "બાળકો ગ્રામ પંચાયતના કાર્યો યાદ રાખી શકતા જ નથી."- પરંતુ તે જ બાળક ગ્રામ પંચાયત વિશેના કોઈ નાટકમાં પોતાના ભાગરૂપે આવતા ડાયલોગમાં ગ્રામ પંચાયત શું કામ કરે છે? તે સમજી, યાદ રાખી અન્યને પોતાની ભાષામાં જણાવતો જોવા મળે છે અને તેનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે... નાટ્યકરણ પદ્ધતિની અસરકારકતા. વિદ્યાર્થીઓને દરેક વિષયોમાં કઠિન વિષય-વસ્તુની સમજ કેળવવાનો અને તેને જીવન ઉપયોગી બનાવવાનો સરળ ઉપાય છે.

ગજેરા વિદ્યાભવન શાળામાં પણ ધોરણ-૬ ના વિદ્યાર્થીઓએ હિન્દી વિષયમાં "अनूठे इंसान" પાઠ ને નાટ્યકરણ પદ્ધતિથી વર્ગમાં પ્રસ્તુત કરેલ. આ પદ્ધતિનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓને પ્રવૃત્તિસભર અને રસપ્રદ બનાવવાનો છે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી અભિનય ક્ષમતાને બહાર નિખારી, તેઓ એક સક્રિય અધ્યેતા બને તે છે.