gajeravidyabhavanguj
“નવી શિક્ષણ નીતિ-2020 વેબિનાર”


“નવી શિક્ષણ નીતિ-2020 વેબિનાર”

સમયની સાથે-સાથે શિક્ષણમાં ઘણાં બદલાવ આવતા જાય છે. આ બદલાવ સમાજની જરૂરિયાત અને પડકારોને પહોંચી વળવા માટે સમયાંતરે શિક્ષણની તરેહ બદલાય છે. તાજેતરમાં જ નવી શિક્ષણ નીતિ-2020 નો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે એજયુકેટર્સે પણ તે મુજબ અપડેટ રહેવું પડશે તેને ધ્યાનમાં રાખીને એજ્યુકેટર્સ માટે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે જી.જી.ઝડફિયા સ્કુલનાં ભૂતપૂર્વ આચાર્યશ્રી અને પ્રવર્તમાનમાં શિક્ષક તરીકે સેવા બજાવતાં શ્રી વિપુલ બલદાણીયા દ્વારા “નવી શિક્ષણ નીતિ-2020” પર ખુબ જ અસરકારક વેબિનાર કર્યો હતો. જેમાં ગુજરાતી માધ્યમનાં તમામ એજ્યુકેટર્સ ઉપસ્થિત રહીને આવનારી નવી શિક્ષણ નીતિ વિષે ખુબ જ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી હતી તથા તેની પેટન્ટ તથા જરૂરી ફેરફારોને સમજ્યા હતાં. આ ફેરફારો પ્રમાણે આપણે કેવી રીતે અપડેટ રહી શકીએ તથા આપણે તેમાં શું કરી શકીએ આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને વક્તા અને એજયુકેટર્સ વચ્ચે ચર્ચા થઈ હતી. વેબિનારમાં અંત ભાગમાં પ્રશ્નોત્તરી દ્વારા આ નીતિ અંગેના પ્રશ્નોની મુંજવણ દુર કરી શક્યા હતાં. સાથે સાથે નવું શું કરી શકાય તેની સમજણ પણ મેળવી શક્યા હતા.

આમ, નવીશિક્ષણ નીતિ-2020 અંગેનાં વિચારોની વિષદ છણાવટ કરવામાં આવી હતી જેમાં તમામ એજ્યુકેટર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રીતે ગજેરા વિદ્યાભવન દ્વારા અવારનવાર વેબિનારનું આયોજન કરીને વિદ્યાર્થીઓ અને એજયુકેટર્સ માટે ખુબ જ ઉપયોગી બની રહે તેવી માહિતી અને જ્ઞાનનો લાભ મળે છે અને આ પ્રમાણે નવી નવી માહિતી મેળવીને એજ્યુકેટર્સ પણ શિક્ષણ માટે સજ્જ બને છે.