top of page
  • Writer's picturegajeravidyabhavanguj

નવી શિક્ષણ નીતિ-2020 મુજબ ઓનલાઈન શિક્ષણ





ભારતની શિક્ષણ પદ્ધતિઓમાં સમયાંતરે ફેરફારો થતાં રહે છે. અત્યાર સુધીમાં ઘણી નવી શિક્ષણ નીતિઓ અમલમાં મુકાઈ હતી જેમાં સમય પ્રમાણે નવા નવા સુધારો થતાં હોય છે તાજેતરમાં નવી શિક્ષણ નીતિ-2020 નો જયારે અમલ થવા જઈ રહ્યો છે ત્યારે તેના સૂચિત ફેરફારો આધારિત શું પરિવર્તન થવા જઈ રહ્યું છે તે અંગે અહી કેટલીક બાબતો રજૂ કરવામાં આવી છે.

1. ડિજિટલ/ઓનલાઈન શિક્ષણ માટે પાયલોટ અધ્યયન:-

કોઈપણ નવા ફેરફારો અપનાવતાં પહેલાં પાયલોટ ટેસ્ટીંગ જરૂરી છે. તે માટે ભારતમાં NIOS, NITS, IGNOU, CIET અને NETS જેવી કેટલીક યુનિવસિઁટીઓને ડિજિટલ લર્નિંગનાં ફાયદાઓને વધારવા માટે વિવિધ સંશોધનો હાથ ધરવાનું જણાવાયું છે. આ સંશોધન અને પાયલોટ ટેસ્ટીંગ અંતર્ગત અધ્યયનમાં ઈ-સામગ્રીનું ફોર્મેટ તથા વિદ્યાર્થીઓ તેનો કેવી રીતે ઉપયોગ કરશે તે બાબત પર વધારે ફોકસ કરવામાં આવશે. જે અંગે આપણી શાળામાં પણ આ અંગેનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.

2. ઓનલાઈન શૈક્ષણિક સાધનો અને પદ્ધતિઓ:-

DIKSHA અને SWAYAM જેવા હાલનાં ઈ-લર્નિગ પ્લેટફોર્મનો ઉપયોગ શિક્ષકોને ખૂબ જ મૈત્રીપૂર્ણ અને સુવિધાયુક્ત બની રહેશે આ પ્લેટફોર્મ ટુ-વે હશે, ટુ-વે ઓડિયો ઈન્ટરફેસ તથા ટુ-વે વિડીયો જેવા સાધનોથી સેટ અપડેટ કરવામાં આવશે જેથી શિક્ષકોના ઓનલાઈન વર્ગો તથા વિદ્યાર્થીઓનું મોનીટરીંગ પણ સારી રીતે કરી શકશે. આ અંગે આપણી શાળામાં પણ એક ડિજિટલ સ્ટુડિયો બનાવી શિક્ષણ નીતિ અનુરૂપ ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે.

3. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર:-

આ નીતિમાં આંતરવ્યવહારિક માળખાના નિર્માણમાં કેટલાક રોકાણનો સમાવેશ કરવામાં આવશે, જેનો ઉપયોગ મલ્ટીપલ પ્લેટફોર્મ દ્વારા થઈ શકે છે. આ પ્લેટફોર્મ એવું બનાવવામાં આવશે કે સમય અનુસાર તેમાં બદલાવ લાવી શકાય. આપણી શાળામાં પણ આ ડિજિટલ સ્ટુડિયો દ્વારા એક નવું પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.

4. શિક્ષકો માટે તાલીમ:-

શિક્ષકોને ઓનલાઈન ક્લાસ તથા શૈક્ષણિક સાધનો અને પ્લેટફોર્મનાં ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવશે જેથી આ પ્લેટફોર્મને સરળતાથી મેનેજ કરી શકે. આ પ્રકારની ટેકનોલોજીકલ તાલીમ શાળાનાં શિક્ષકોને રોજે આપવામાં આવે છે જેથી આવનારા સમય અનુસાર બેસ્ટ શિક્ષણ આપી શકીએ.

5. વર્ચ્યુઅલ લેબ્સ:-

કેટલાંક ડિજિટલ પ્લેટફોર્મ્સ જેવા કે SWAYAM, SWAYAMPRABHA અને DIKSHA વગેરે જેવી લેબ બનાવવાનું કહેવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ટેકનોલોજીકલ અને સૈદ્ધાંતિક અભ્યાસ કરી શકે.

6. વિવિધ ભાષાઓમાં અભ્યાસક્રમ ઉપલબ્ધતા:-

ટેલિવિઝન અને રેડિયોનાં માધ્યમથી પ્રસારણ કરવામાં આવશે. સાથે સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પોતાની ભાષામાં જ સાહિત્ય ઉપલબ્ધ થાય તેવી જોગવાઈ કરવમાં આવશે. આવું સાહિત્ય શાળા દ્વારા પણ મોબાઈલ એપ્લીકેશન GEMS પર મોકલવામાં આવે છે.

7. ઓનલાઈન મૂલ્યાંકન અને પરીક્ષાઓ:-

કેટલીક ગવર્મેન્ટ સંસ્થાઓ જેવી કે સ્કૂલ બોર્ડ, NTA, નેશનલ એસાઈમેન્ટ કેન્દ્ર અથવા પરીખ જેવી સંસ્થાઓ એસાઈમેન્ટના ફ્રેમવર્ક પર કામ કરશે આ ફ્રેમવર્ક 21મી સદીનાં ટેકનોલોજી પર આધારિત હશે.

8. ડિજિટલ લાઈબ્રેરી, સાહિત્ય સામગ્રી અને પ્રસાર:-

ડિજિટલ લાઈબ્રેરી બનાવવામાં આવશે જેમાં લર્નિંગ ગેમ્સ અને સિમ્યુલેશન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી વગેરેનો સમાવેશ થાય છે. ગુણવત્તા અને અને અસરકારકતાનું વિશ્લેષણ કરવા માટે વપરાશકર્તા દ્વારા રેટિંગ માટે જાહેર સિસ્ટમ આપવામાં આવશે. તેની સૂચના વિવિધ ભાષાઓમાં હશે જેથી દરેકને સરળતાથી સમજી શકાય. વિદ્યાર્થીઓને ઈ-કન્ટેન્ટના પ્રસાર માટે સલામત બેકઅપ સિસ્ટમ પણ આપવામાં આવશે. આવા પ્રકારની ડિજિટલ ઈ-લાઈબ્રેરી આપણી શાળામાં પણ બનાવવામાં આવશે જેથી પૂરતું ઈ-મટીરિયલ્સ મળી શકે.

9. ઓનલાઈન શિક્ષણના ધોરણો:-

ડિજિટલ શિક્ષણ માટેની સામગ્રી, શિક્ષણશાસ્ત્ર અને ટેકનોલોજીનું ધોરણ, NETF અને અન્ય દ્વારા સેટ કરવામાં આવશે. આ ધોરણોથી સરકાર વર્ગખંડો માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરી શકશે. ભારતમાં ડિજિટલ લર્નિંગ માટેની ઈ-લર્નિંગ અને પદ્ધતિઓ નક્કી કરવામાં આવશે.

10. મિશ્રિત શિક્ષણ મોડેલ:-

ડિજિટલ લર્નિંગ અને એજ્યુકેશનને પ્રોત્સાહન આપતી વખતે શાળા કેન્દ્ર સ્થાને રહેશે. મિશ્રિત શિક્ષણના વિવિધ પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવશે અને ફક્ત યોગ્ય પદ્ધતિઓ દ્વારા શીખવવાની પરંપરાગત પદ્ધતિઓને બદલવામાં આવશે. આપણી શાળામાં પણ મિશ્રિત શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરવામાં આવશે.

11. ડિજિટલ શિક્ષણ માટે સમર્પિત એકમ બનાવ્યું:-

MHRD દ્વારા ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે એક સમર્પિત એકમની સ્થાપના કરવામાં આવશે. આ એકમ શાળાની સાથે સાથે ઉચ્ચશિક્ષણ બંનેની ઓનલાઈન શીખવવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખશે. આ કેન્દ્રમાં શિક્ષણ, શૈક્ષણિક ટેકનોલોજી, વહીવટ, ઈ-ગવર્નન્સ, ડિજિટલ શિક્ષણશાસ્ત્ર અને આઈટીક્ષેત્રનાં નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવશે. આ નિષ્ણાંતો વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પહોચાડવા અને તેમના પ્રશ્નોનાં નિરાકરણ માટે કાર્ય કરશે.

આમ, નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત સૂચિત સુધારાઓ અનુસાર દરેક શાળાઓએ અપડેટ થવું પડશે તેવા સંજોગોમાં આપણી શાળામાં આ નવી શિક્ષણ નીતિ-2020 ના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ટેકનોલોજીકલ ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે અને તેને જ અનુરૂપ શિક્ષણકાર્ય કરાવવાની શરૂઆત થઈ ગઈ છે.

122 views0 comments
bottom of page