top of page
  • Writer's picturegajeravidyabhavanguj

નવી ઉમંગ, નવી આશા અને નવા અરમાન લઈ આવ્યું નવું વર્ષ....

"ભુલ જાઓ બીતે હુયે કલ કો, દીલ મે બસાલો આને વાલે કલ કો,

મુસ્કુરાઓ ચાહે જો ભી હો પલ, ખુશીયા લે કર આયેગા આનેવાલા કલ.."

જાણે હમણાં જ આપણે વેલકમ ૨૦૨૧ કર્યુ હતું.... જોતજોતામાં તો સમય સરકતો ગયો...ઘડિયાળનો કાંટો ફરતો ગયો...કેલેન્ડરના પાનાઓ બદલાતા ગયા અને હવે વેલકમ ૨૦૨૨ કહેવાનો સમય આવી ગયો. ખાટા-મીઠાં સંભારણા સાથે વર્ષ ક્યાં પૂરું થયું એ ખબર જ ના પડી. હર્ષ અને ઉલ્લાસ સાથે સંઘર્ષ પણ આવ્યો. ખુશીની સાથે ગમની પણ મુલાકાત થઈ, સુખના સથવારે દુઃખે કરેલું ડોકિયું પણ જોયું.

આમ તો હિન્દુ ધર્મ અનુસાર કારતકસુદ એકમ કે દિવાળી પછીથી નવા વર્ષનો પ્રારંભ ગણાય. મુસ્લિમ ધર્મ અનુસાર મોહરમ માસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે. પરંતુ વિશ્વના મોટા ભાગના દેશો ૧ લી જાન્યુઆરીને નવા વર્ષ તરીકે મનાવે છે. આમ, વિશ્વના બધાં જ દેશોમાં વિવિધ સંપ્રદાયો અનુસાર અલગ અલગ કેલેન્ડર મુજબ નવું વર્ષ ઉજવે છે. કેલેન્ડર કોઈપણ હોય પરંતુ એક વાત નિશ્રિત છે.

નુતન વર્ષનો દિન એ આનંદ અને ઉલ્લાસનો હોય છે. લોકોએ આતશબાજી સાથે નવા વર્ષનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આમ તો નવા વર્ષનો દિવસ એ સંકલ્પનો દિવસ પણ કહેવાય છે.

નવા વર્ષના દિવસ થી મોટાભાગના લોકો કંઈક ને કંઈક સંકલ્પ કરતાં હોય છે. આ સંકલ્પ કોઈ નવી સિદ્ધિ પ્રાપ્ત કરવાનો હોઈ શકે. કોઈ નૈતિક કે આધ્યાત્મિક સુધારણા માટેનો હોઈ શકે. કોઈ જન કલ્યાણ કામનો હોઈ શકે આવા સંકલ્પને પૂર્ણ કરવા દ્રઢ ઈચ્છાશક્તિ અતિ આવશ્યક છે.

ખ્રિસ્તીઓના શરુ થતાં નવા વર્ષના પ્રારંભ વેળાએ ઈસુએ આપેલા એક મહત્વના ઉદ્દેશને જોઈએ તો ઈસુ એ તેમના જીવનકાળ દરમિયાન ભારપૂર્વક કહ્યું હતું કે ઈશ્વરને પ્રેમ કરો..તમારી જાતને પ્રેમ કરો અને એટલો જ પ્રેમ સમગ્ર માનવ જાતને કરો.

‘નવા ઉત્સાહ, નવા ઉમંગ અને નવી આશા સાથે ઉગ્યો અરુણ પ્રભાત’ નવા વર્ષના નવા સંકલ્પો સાથે અમારા બાલભવનમાં નવા વર્ષની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં બાળકોને નવા વર્ષની સમજ આપી. બાળકોએ પોતાનો ધ્યેય (વિષ) કાગળમાં લખી ભગવાન પાસે મંદિરમાં મૂકી પ્રાર્થના કરી હતી. બાળકોએ પોતાના મિત્રો સાથે વર્ચુઅલ વર્ગમાં ડબ્બા પાર્ટીની મજા માણી અને ડાન્સ કર્યો.

વર્ષ ૨૦૨૨ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામનાઓ.


213 views0 comments
bottom of page