top of page
  • Writer's picturegajeravidyabhavanguj

નવા ઉત્સાહ અને ઉમંગ સાથે કરીએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત

“શિક્ષણ વિના નું બાળક એટલે પાંખ વિનાનું પંખી”


મા માતૃભૂમિ અને માતૃભાષા નું જેટલું મહત્વ બાળકના જીવનમાં હોય છે તેટલું જ મહત્વ બાળકની પ્રથમ શાળાનું હોય છે.

કવિ રવિન્દ્રનાથ ટાગોરના માટે શાળા એવી હોવી જોઈએ જે બાળકને જીવનમાં આગળ વધવાનો માર્ગ અને દિશા બતાવે અને એ માર્ગ પણ બાળકને જાતે આગળ વધવા માટે શિક્ષણની સાથે મોકો અને પ્રોત્સાહન આપે.

શિક્ષણએ એક ખૂબ જ ઉપયોગી અને મૂલ્યવાન પ્રક્રિયા છે યુગોથી માનવજાતે શિક્ષણનું મહત્વ સ્વીકાર્યું છે. સભ્ય સમાજની તે અનિવાર્ય જરૂરિયાત છે. શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે . તમસો માં જ્યોતિર્ગમય ના સૂત્ર પ્રમાણે કેળવણી અજ્ઞાનરૂપી અંધકારમાંથી માનવને નાં પ્રકાશ તરફ ગમન કરવા પ્રેરે છે આથી જ કેળવણીએ છે સંસ્કાર શિલ્પ છે. જે બાળકના જીવનમાં પરિવર્તન લાવી બાળકની જીવન ધૂપસળીને મહેકતી બનાવે છે.

“શિક્ષણ મેળવવાનુ સૌથી ઉચિત સ્થળ એટલે શાળા”

આમ "કેળવણી એટલે ઘડતર" તે એક અનંત સાધના છે. જેના દ્વારા માનવ જન્મ થી મૃત્યુ પર્યત વિકાસના માર્ગે સતત પ્રયાણ કરે છે. શિક્ષણ જ બાળકનો સર્વાંગી વિકાસ કરી તેને વિદ્વાવાન, ચારિત્ર્યવાન અને બુદ્ધિમાન બનાવે છે.

કોઈપણ બાળકની શૈક્ષણિક સફળતા કોઈ એક વ્યક્તિના કે માત્ર બાળકના જ પ્રયત્નનું પરિણામ નથી તે માતા-પિતા, શિક્ષકો, શાળા બધાના સહિયારા પ્રયત્ન નું પરિણામ હોય છે.

" ઘર એટલે બાળક માટે જીવવાની તક,

શાળા એટલે બાળક માટે વિકાસની તક"


બાળક જ્યારે શાળાએ જવાનું શરૂ કરે એ પછી જ તેના જીવન શિક્ષણની શરૂઆત થાય. કોરોના ની આ મહામારી ની સૌથી વિપરીત અસર શાળા અને બાળકોને થઈ છે. ઘરની ચાર દીવાલોમાં બાળકનું બાળપણ મુંઝાય ન જાય. બાળક માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે તે માટે આવી વિપરીત પરિસ્થિતિમાં પણ બાળકને એક માં ની જેમ સંભાળવાનું કામ અમારું ગજેરા વિદ્યાભવન કરી રહ્યું છે. બાળકોને સમયનો સદૃઉપયોગ કરી શૈક્ષણિક સેતુથી બાંધવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. જેથી બાળક ઘરમાં રહી ને રમતા રમતા ભણવાનો આનંદ માણી શકે છે.

નવી આશા, નવા ઉમંગ અને ઉત્સાહની સાથે અમારા બાલભવનમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત વર્ચ્યુઅલ શિક્ષણ દ્વારા કરી રહ્યા છે.

નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં બાળકને શાળાનો પરિચય કરાવવામાં આવ્યો. વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા બાળકને શાળાની મુલાકાત કરાવી ત્યારબાદ સરસ્વતી પૂજન અને વડીલોના આશીર્વાદ લીધા અને ત્યારબાદ વૃક્ષારોપણ કરી નવા સત્રની શરૂઆત કરી.

164 views0 comments
bottom of page