gajeravidyabhavanguj
‘નવલી નવરાત્રી’
सारा जहाँ है जिसकी शरण में,
नमन है उस माँ के चरन मे,
हम है उस माँ के चरणों की धुल,
आओ मिलकर माँ को चढाये श्रध्धा के फुल.

હિંદુ ધર્મ અનુસાર નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે. બે નવરાત્રી ગુપ્ત છે, અને બે નવરાત્રી સામાન્ય છે. માહ અને અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રી આવે છે.શરદ અને ચૈત્ર મહિનામાં બે સામાન્ય નવરાત્રી આવે છે. તેમાં શરદ નવરાત્રીનો મહિનો નવ દિવસ માતાજીની આરાધના તેમજ ગરબાના તાલે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે
પૌરાણિક કથાઓ અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. જેણે કઠિન તપસ્યા દ્વારા બ્રહ્માજીને પ્રસન્નકરી અમર થવાનું વરદાન માંગ્યું ,પરંતુ બ્રહ્માજીએ મહિસાસુર ને એક સ્ત્રી જ મારી શકે એવું વરદાન આપ્યું, વરદાન મળ્યા બાદ મહિષાસુરે દેવતાઓ પર હુમલો કર્યો અને તમામ જીવોને ત્રાસ આપવાનું શરૂ કર્યું,
આવી પરિસ્થિતિ જોઈને બધા દેવતાઓએ માતાને આહવાન કર્યું. અને રાક્ષસનો અંત લાવવાની ઈચ્છા કરી. જે પછી માઁ દુર્ગાએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું. અને દેવતા તેમજ અન્ય જીવોને તેના અત્યાચારમાંથી મુક્ત કર્યા. ત્યારથી આપણે આ નવ દિવસોને નવરાત્રી તરીકે ઉજવીએ છીએ.
આ તહેવાર ભારતના લોકો સદીઓથી માતા દુર્ગા પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવવા તેમના નવ સ્વરૂપોની પૂજા કરી ઉજવે છે. આ નિમિત્તે ગજેરા વિદ્યાભવનમાં ધોરણ ૧ થી ૭માં નવરાત્રિની ઉજવણી, માઁ દુર્ગાની આરાધના કરી ગરબા દ્વારા ઉત્સાહભેર કરવામાં આવી.
આ ઉજવણીમાં શાળાના આચાર્યાશ્રી, ઉપાચાર્યા, શિક્ષણગણ, તેમજ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. શાળાના પ્રાંગણમાં માતાના ગરબા તેમજ વિદ્યાર્થીઓની તાળીઓના તાલથી ગુંજી ઉઠ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને બેસ્ટ ડ્રેસ ,બેસ્ટ ખેલૈયાઓને નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રીતે નવરાત્રી મહોત્સવ ગજેરા વિદ્યાભવન હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો.
कण कण में है देखि सबने,
केसी ज्योत समायी है,
भीड़ पड़े जब जब भक्तो पे,
माँ दौड़ी दौड़ी आई है.