top of page
  • Writer's picturegajeravidyabhavanguj

નવલી નવરાત્રિ


"ભક્તિ, શક્તિ અને મસ્તીનો ત્રિવેણી સંગમ એટલે નવલા નોરતા"

નવરાત્રી એટલે નવચેતનાનું પર્વ. રાષ્ટ્રીય એકતા, અખંડિતતા માટે સ્વાર્થ-સંકીર્ણતા, ઊંચ-નીચના ભેદ, જ્ઞાતિવાદ, જુથવાદની વિચારતાનો અંત લાવી માનવ માત્રની સમાનતાનો દિવ્ય સંદેશ એટલે સૂર્યની ગેરહાજરીમાં ઝળહળતો નવરાત્રીનો પ્રકાશીત ગરબો.

સમગ્ર સૃષ્ટિનું સંચાલન માં જગત જનની જગદંબા કરે છે. પુરુષમાં રહેલ પુરુષત્વની શક્તિ અને સ્ત્રીમાં રહેલી શક્તિના સંયોજનથી સમગ્ર સંસારનું સંચાલન થાય છે. અનાદિકાળથી સત્ વિચારો ઉપર, દૈવી વિચારો ઉપર, આસુરી વૃતીઓ હુમલાઓ કરતી આવી છે. મહિષાસુર, શુભ, નિશુભ, ઈત્યાદી રાક્ષસોને ડામવા માટે અને દૈવી સંપત્તિની પુન:સ્થાપના કરવા માટે દૈવી શક્તિ જુદા-જુદા સ્વરૂપે પ્રગટ થાય છે.

“લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર,

આનંદિત થયુ મન, ખીલી ઉઠયો સંસાર,

રૂમઝુમ કરતી આવી માતા, સજી સોળે શણગાર”

નવરાત્રિમાં ગરબો એ શક્તિ પૂજાનું પ્રતિક છે. જેમાં નાદ અને નર્તન દ્વારા આંતરિક આવેગને ઉર્મિઓના અભિવ્યક્તિ છે. ગરબો એ સમગ્ર ધર્મનું પ્રતિક છે. જેનો મૂળ અર્થ થાય છે. કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજા કરવામાં આવે છે.


મા અંબાએ મહિષાસુર નામના દાનવ સાથે નવ નવ દિવસ સુધી યુદ્ધ કર્યુ અને તેનો સંવહાર કરે પૃથ્વી પરથી અનિષ્ટનો નાશ કર્યો તેથી જ નવરાત્રિને સ્ત્રીની શક્તિ, ભક્તિ અને યુદ્ધને આરાધવાનો પવિત્ર પર્વ તરીકે ઊજવાય છે.

"યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ"

ગુજરાતના ભાતીગળ સંસ્કૃતિથી બાળકો પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં “નવલી નવરાત્રી” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને માં અંબાના પ્રાગટ્યના નવ સ્વરૂપ વિષે સમજ આપવામાં આવી હતી.

બાળકોને એક્ટિવિટી દ્વારા થાળી, દાંડિયા અને મટકી ડેકોરેશન કરતા શીખવ્યું હતું. સાથે બાળકો માટે ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો બાળકો પરંપરાગત પોશાકમાં ગરબાના તાલે ઝૂમ્યા હતા. ગરવી ગુજરાતના ધબકાર સમા મા જગદંબાના આરાધનાના પર્વ નવરાત્રીની આપ સૌને ગજેરા પરિવાર તરફથી હાર્દિક શુભકામના....



806 views0 comments
bottom of page