top of page
  • Writer's picturegajeravidyabhavanguj

‌‍નવરાત્રી: માઁ જગદંબાની આરાધનાનું ભક્તિપર્વ

'નવરાત્રી એટલે નવચેતના નું પર્વ'


"હે આવી આસોની રઢિયાળી રાત મોરી માઁ...,

પગલાં પાડોને બિરદાળી... માઁ..હો...ઓ..."

રાષ્ટ્રીય એકતા,અખંડિતા માટે સ્વાર્થ સંકીર્ણતા, ઉંચ-નીચના ભેદ,જ્ઞાતિવાદ જુથવાદની વિચારણાનો અંત લાવી માનવ માત્રની સમાનતા નો દિવ્ય સંદેશ એટલે સુર્યની ગેરહાજરીમાં ઝળહળતો પ્રકાશિત ગરબો.

'નવરાત્રી એટલે સ્ત્રીની શક્તિ ભક્તિ અને યુક્તિને આરાધવાનું પર્વ.'


જગતજનની માઁ અંબા ભવાનીની પૂજા આરાધનાનું ઝળહળતું પર્વ એટલે નવરાત્રી નવલા નોરતાને અજવાળતો ઘૂમતો અને ઢોલે ધબકતો ગરબો તો ગરવી ગુજરાતની ભવ્ય વિરાસત અને પરંપરાગત સંસ્કૃતિની વૈશ્વિક ઓળખ બની ગયો.

નવરાત્રીનાં આ નવ દિવસોમાં માઁ દુર્ગાને પ્રસન્ન કરવા માટે તેના નવરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

"જનની હૈ વો, તો હી કાલી,

દર પે અસકે ના રહેતા,

કિસી કા દામન ખાલી"


સંસ્કૃત ભાષામાં નવરાત્રિનો શબ્દશ; અર્થ નવરાત્રિઓનો સમૂહ એવો થાય છે વરસાદ ઋતુ વિદાય લે, ન લે ત્યાં સુધીમાં શરદઋતુની સવારી આવી પહોંચે છે.


જ્યાં ગરબા મુખ્યતઃ “ગુજરાત” ભારતના ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ નૃત્ય ધ્વારા અંબા, મહાકાળી. ચામુંડા વગેરે દેવીઓ ની આરાધના કરવામાં આવે છે ‘ગરબો’ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ “ગર્ભદીપ” શબ્દ પરથી ઉતરી આવ્યો છે.

"ચોખલિયા ચુંદડીમાં ગરબે ઘુમવા આવો ને...

રત રઢિયાળી રાતમાં, ગરબે ઘુમવા આવો ને..."

એવું અનુમાન કરવામાં આવે છે ગર્ભમાં એટલે મધ્યભાગમાં ‘દીપ’ એટલે દીવો. આજે પણ મધ્યભાગમાં દીવાવાળા ઘડાને ગરબો કહેવાય છે.

શક્તિ સ્ત્રીનો પર્યાય છે “ગર્ભદીપ” પણ સ્ત્રી શક્તિ નો સૂચક છે. આપણી ધરતી પૃથ્વી તથા દેશને પણ દેવી માતા તરીકે પૂજીએ છીએ. સ્ત્રી ‘સર્જન’ અને ફળદ્રુપતાનો પર્યાય છે. તેથી જ ભારતમાં સ્ત્રીઓનો આદર અને પૂજન તે સંસ્કૃતિ ગણાય છે.

"સંભલતી ભી તુમ હો સંવારતી ‍ભી તુમ હો,

જીન્દગી કો મેરી બનાતી ભી તુમ હો"

નવરાત્રીના નવ દિવસમાં અનુષ્ઠાન. તપ,ભક્તિ.પૂજા કીર્તન અને આરાધનાનું મહાત્મય છે. આમ વિશ્વસ્તરે નવરાત્રી એક બ્રહ્માંડના સ્વરૂપે પ્રસ્તુત બની હવે તો ગુર્જરી ધરા નું જ નહી સમસ્ત ભારત વર્ષનું એક સાંસ્કૃતિક પર્વ બનતું જાય છે.

ગુજરાતની આ ભાતીગળ સંસ્કૃતિની બાળકને ઓળખ થાય તે હેતુથી અમારા બાલભવનમાં નવરાત્રી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માઁ દુર્ગાનું પ્રાગટ્ય અને માઁના નવ સ્વરૂપ થી બાળક માહિતગાર થાય એ હેતુથી બાળકો દ્વારા જ “મહિસાસુર વધ” નાટયકૃતિ ધ્વારા સમજુતી આપવામાં આવી અને તેની સાથે જ પ્રાચીન યુગ માં ગવાતા ગરબા અને રાસ ની પણ ઝાંખી કરાવી હતી. બાળકો પણ વરચ્યુઅલ ક્લાસમાં પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈ આવ્યા હતા અને ગરબે ઘુમવાની મઝા માણી હતી.

"હો જાઓ તૈયાર, માઁ અંબે આને વાલી હૈ,

સજા લો દરબાર માઁ અંબ્બે આને વાલી હૈ,

તન,મન, ઓર જીવન કો હો જાયેગા પાવન

માઁ કે કદમોં કી આહટસે,ગુંજ ઉઠેગા આંગન."







167 views0 comments
bottom of page