top of page
  • Writer's picturegajeravidyabhavanguj

નકશા આપણા સહાયક


પ્રાચીન સમય થી જ નકશા જળમાર્ગ થી લઇ જમીન માર્ગ સાથે સહાયક તરીકે કાર્ય કરતા તો આજે લોકો ગુગલ મેપ નો ઉપયોગ કરી દુનિયાના અજાણ્યા સ્થળે પહોંચી જાય છે. પર્યટન હોય કે વાહન વ્યવહાર, વ્યાપાર હોય કે વ્યવસાય નકશા માર્ગદર્શનનું કાર્ય કરે છે. કોઈપણ પ્રકારનું વર્ણન કે આલેખન હજારો શબ્દોમાં ઠીક ઠીક કરી શકાય પરંતુ તે જ વર્ણન બાળકોને નકશા દ્વારા ઘણું બધું સમજાવી જાય છે.

વિદ્યાર્થીઓને નકશા નું જ્ઞાન હોવું એ એક કળા છે. નકશો એક એવું વિજ્ઞાન છે જેમાં પૃથ્વી સાથે સંબંધિત વિવિધ વિષયો તથા મોડેલ ની મદદથી પ્રસ્તુત કરી શિક્ષણને સરળ બનાવાય છે. આજ ના નકશા માત્ર ધરતી કે વાસ્તવિક વસ્તુ સુધી નથી પરંતુ થોડા માર્ગદર્શનથી બાળકો કોઇ પણ વિચાર ના નકશા બનાવી શકે. નકશા વિદ્યાર્થીઓને અન્ય દેશો તુલના કરવા માટે એક પ્રોત્સાહન પૂરું પાડે છે. આમ નકશા દ્વારા શિક્ષણ એ આદાન પ્રદાનના શિક્ષણ સિવાય દ્રશ્ય-શ્રાવ્ય શિક્ષણ તથા ભાવિ નાગરિકો ની સમસ્યાઓનું સમાધાન કરવા પ્રોત્સાહન પૂરું પાડે છે. આથી નકશા દ્વારા શિક્ષણ એ એક રચનાત્મક સમાજ પરિવર્તનનું શિક્ષણ છે.

1,811 views5 comments

Recent Posts

See All
bottom of page