top of page
  • Writer's picturegajeravidyabhavanguj

નકશા આપણા મિત્ર

સામાજિક વિજ્ઞાનના શિક્ષણનો મહત્વ નો ઉદ્દેશ્ય નકશા કાર્ય સંબંધી ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે. વિદ્યાર્થીઓમાં નકશા વાંચનની ટેવ શરૂઆતથી જ પડે એ હિતાવહ છે. તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થાય છે. નકશાવાંચનની ટેવથી વિદ્યાર્થીઓ ઓછા સમયમાં વધુ માહિતી મેળવે છે અને આનંદ અનુભવે છે. તેની યાદશક્તિ સતેજ થાય છે. નકશા વાંચનની ટેવ પાડવા અવલોકન નો ફાળો મહત્વનો છે. શરૂઆતમાં સાદા નકશા દોરવા,નકશામાં વિગતો પૂરવી જેવી પ્રવૃત્તિઓ કરવી ધીમે ધીમે ઉપરના ધોરણમાં આ કૌશલ્ય વધુ વિકસે એવા પ્રયત્ન class activity દ્વારા કરવામાં આવે છે.

શાળામાં અધ્યાયન કાર્ય દરમિયાન સામાજિક વિજ્ઞાનના શિક્ષક વર્ગખંડમાં નકશાકાર્ય ને લગતી કોઈપણ પ્રવૃત્તિ કરતા હોય તો તે મહદઅંશે નકશા વાંચન હોય છે તેનું ઘણું મહત્ત્વ છે.સામાજિક વિજ્ઞાન શિક્ષણના નકશા વાંચનના કૌશલ્યની ખીલવણી ના હેતુની સિદ્ધિ માટે નકશા વાંચન જરૂરી છે. નકશા વાંચન દ્વારા વિદ્યાર્થીઓએ મેળવેલુ સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન સુદ્રઢ બને છે. નકશા વાંચન તુલના શક્તિ વિકસાવે છે નકશાવાંચનના આધારે જ વિદ્યાર્થીઓ અર્થઘટન કરતાં, અનુમાન કરતાં, વિગતો તારવતા શીખે છે. અવલોકન શક્તિ વિકસે છે.

હાલમાં શાળાઓ મહાશાળાઓ માં નકશા દોરવાની પ્રવૃત્તિની ઉપેક્ષા કરવામાં આવે છે પણ ગજેરા વિદ્યાભવનમાં નકશા કાર્ય ને લગતા બધા જ કૌશલ્યો ના વિકાસ પર પૂરતી કાળજી લેવામાં આવે છે. નોટબુકમાં નકશા દોરાવવા, નકશાપૂરણી કરવી સમાચાર પત્રોમાં આવતા મહત્વના બનાવો માટે જે સ્થળોનો ઉલ્લેખ થયો હોય તે નકશા બતાવવા જરૂરી છે નહીતો નકશાના ઉપયોગ વિનાનું સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ અધૂરું-અપૂર્ણ જ ગણાય. આથી શાળા શિક્ષણ દરમ્યાન નકશા નો ઉપયોગ અને શિક્ષણ અનિવાર્ય બની રહે છે.

ટૂંકમાં નકશા નો પ્રથમ ઉપયોગ નકશા વાંચનની ક્ષમતા વિકસાવવા માટે છે નકશાવાંચનનું ઘણું મહત્વ છે એ વિશે બેમત નથી.

565 views0 comments

Recent Posts

See All
bottom of page