top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ધો-૧૨ કોમર્સ પરીણામ.


શ્રીમતી એસ.એચ.ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ષ 2020-21 ના ધો-12 કોમર્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું પરીણામ 100% આવવા બદલ શાળા પરિવાર દરેક વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવે છે આ વર્ષે ગુજરાત બોર્ડ ધ્વારા માસ પ્રમોશન જાહેર થયા બાદ શાળામાં ધો-10, 11 અને 12 નાં ગુણને આધારે વિદ્યાર્થીઓનું પરીણામ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓનું પરિણામ ઉચ્ચકક્ષાનું રહ્યું હતું જેમાં ઉપરોક્ત 1 વિદ્યાર્થી A1 ગ્રેડ ઉપરાંત 12 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને શાળાનું અને પોતાનું નામ સમાજમાં રોશન કર્યું હતું. બાળકોએ અગાઉ પણ બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સારો દેખાવ કર્યો હતો.

બોર્ડનાં દરેક ધોરણમાં આપણી શાળાનાં બાળકો અગ્રેસર રહ્યાં છે ત્યારે હું તમામ વિદ્યાર્થીમિત્રો તથા તેમનાં વાલીઓને અભિનંદન પાઠવું છું આ મહામારીમાં ઓનલાઈન શિક્ષણ મેળવ્યું હોવા છતાં ખૂબ જ સારું પરીણામ મેળવી શક્યાં છે માટે શાળાનાં શિક્ષક ટીમને પણ ખૂબ જ અભિનંદન પાઠવું છું. ધો-11 અને 12 કોમર્સનાં વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ બને તે માટે સરીગામ સ્થિત BBA કોલેજનાં વેબીનારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ, વિવિધપ્રવૃતિઓ અને પ્રોજેક્ટ ધ્વારા પણ બાળકોનાં જ્ઞાનમાં વધારો થાય તેવા પ્રયત્નો શાળા ધ્વારા કરવામાં આવી રહ્યાં છે જેમાં તમામ બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે જેમાં તમામ બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આમ, શ્રેષ્ઠ પરિણામ બદલ ખૂબ ખૂબ અભિનંદન.

115 views0 comments
bottom of page