gajeravidyabhavanguj
ધોરણ-12 માં પ્રત્યક્ષ શિક્ષણકાર્યની શરૂઆત.

છેલ્લા કેટલાય સમયથી કોવિડ-19 ની આ મહામારીની પરિસ્થિતિમાં તમામ ધંધા રોજગારની સાથે સાથે શિક્ષણની પરિસ્થિતિ પર પણ ખૂબ જ અસર જોવા મળી છે. હાલમાં ધીમે ધીમે કોવિડની પરિસ્થિતિ નિયંત્રણમાં આવતી જાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.ધીમે ધીમે ધંધા રોજગાર પણ રાબેતા મુજબ થવા લાગ્યા છે ત્યારે સરકારશ્રી ધ્વારા લેવાયેલ મહતત્વના નિર્ણયથી શિક્ષણ જગતમાં આનંદ છવાઈ ગયો છે.હાલમાં ધો-12 ના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ મળી રહે તે હેતુથી શાળામાં વિદ્યાર્થીઓને આવવાની પરમિશન કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આવી છે.આજ રોજ ધો-12 ના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક શાળામાં પ્રત્યક્ષ આવીને શિક્ષણકાર્ય કર્યું હતું.શાળા ધ્વારા બાળકોને આવકારવામાં આવ્યા હતા.શક્ય હોય ત્યાં સુધી શાળા ધ્વારા પણ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવામાં આવે છે.પ્રથમ દિવસે જ સારી સંખ્યામાં બાળકો શાળામાં હાજર રહ્યા હતા જે બાળકોની સક્રિયતા બતાવે છે.
પ્રત્યક્ષ શિક્ષણની સાથે સાથે બાકીના ધોરણમાં ઓનલાઈન શિક્ષણકાર્ય પણ ખૂબ જ અસરકારક રીતે થઇ રહ્યું છે.ગત વર્ષના ધો-10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ રીપીટર અને ખાનગી ઉમેદવાર માટેની પરીક્ષાનું આયોજન સરકાર ધ્વારા કરવામાં આવ્યું છે તે બાળકો પણ આજથી શાળામાં પ્રત્યક્ષ આવીને પરીક્ષા આપશે તેમને પણ શાળા પરિવાર આવકારે છે આ નિર્ણય તમામ લોકોએ ખૂબ જ સારી રીતે આવકાર્યો છે.વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરીને પ્રત્યક્ષ શિક્ષણકાર્યનો નિર્ણય તમામ લોકોએ સ્વીકાર્યો છે ત્યારે તેમાં બધા જ લોકોના સાથ સહકારની જરૂર રહેશે જે હંમેશા શાળાને મળતો રહ્યો છે.
બાળકો હવે જયારે શાળાએ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે આવે છે ત્યારે તેઓ ખૂબ જ સારી રીતે અભ્યાસ કરે તેમજ ફરી શાળાના કાર્યક્રમોમાં જોડાઈને અને પોતાના આરોગ્યની કાળજી રાખીને કાર્ય કરે તે ખૂબ જ જરૂરી છે તો શાળા પરિવાર આ તમામ બાળકોને હાર્દિક શુભેછાઓ પાઠવે છે.
આચાર્ય
ડૉ.ભાવેશ ઘેલાણી