gajeravidyabhavanguj
ધોરણ-10 વિષય પસંદગી અંગે વાલીમીટીંગ
તા.27-02-2023 ને સોમવારનાં રોજ ધોરણ-10 નાં વિદ્યાર્થીઓની વિષય પસંદગી માટે એક નાઈટ વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ધોરણ-10 ના મહત્વનાં વર્ષના વિષયોની પસંદગી ખૂબ જ સારી રીતે થાય તે જરૂરી છે જેમાં બેઝિક ગણિત રાખવું કે સ્ટાન્ડડ ગણિત રાખવું, હિન્દી રાખવું કે સંસ્કૃત રાખવું, પી.ટી., ડ્રોઈંગ કે પછી કોમ્પ્યુટર રાખવું આ અંગે જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું તથા આગામી વર્ષમાં કેવા પ્રકારનું આયોજન રહેશે તેની વિસ્તૃત છણાવટ આચાર્યશ્રી ડૉ.ભાવેશ ઘેલાણી ધ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તથા વાલીઓને મુજવતાં પ્રશ્નોનાં તાત્કાલિક ધોરણે ઉકેલ આપવામાં આવ્યાં હતાં. જેમાં વાલીઓનો પ્રતિસાદ ખૂબ જ હકારાત્મક રહ્યો હતો. તથા પી.પી.ટી. પ્રેઝન્ટેશન ધ્વારા ખૂબ જ અસરકારક રીતે પરીક્ષા પધ્ધતિઓ અને રીઝલ્ટ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને દરવર્ષે ચડીયાતું પરિણામ મળે તેવી આ નાઈટ વાલીમિટીંગ ખૂબ જ અસરકારક સાબિત થઈ હતી.