top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ધોરણ : ૧૨ સાયન્સ પરિણામ


શ્રીમતી એસ.એચ.ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ષ 2020-21 ના ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ ૧૦૦% આવવા બદલ શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે. આ વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા માસ પ્રમોશન જાહેર થયા બાદ શાળામાં ધોરણ 10,11 અને 12 ના ગુણને આધારે વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓ નું પરિણામ ઉચ્ચકક્ષાનું રહ્યુ હતું જેમાં ઉપરોક્ત ૩ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ ઉપરાંત 7 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને શાળાનું અને પોતાનું નામ સમાજમાં રોશન કર્યું હતું. બાળકોએ જેવો દેખાવ ગુજરાત બોર્ડની પરીક્ષામાં કર્યો છે તેવો જ દેખાવ અગાઉ લેવાયેલ JEE ની પરીક્ષાના રાઉન્ડ પણ કર્યો હતો. હવે પછીની JEE અને NEET ની પરીક્ષાઓમાં પણ સારો દેખાવ કરે તેવી શુભેચ્છાઓ.

આપણી શાળામાંથી દર વર્ષે વિદ્યાર્થીઓ ખૂબ જ સારી સિદ્ધિઓ મેળવે છે ગુજરાત બોર્ડ ની સાથે સાથે JEE અને NEET ના પણ વર્ગો ચાલે છે તેમાં ખૂબ જ સારો દેખાવ કરે છે. આ વર્ષથી ધોરણ 6 થી 10 માં પણ વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન મુશ્કેલી ન પડે તે માટે એડવાન્સ લર્નિંગના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓને પહેલેથી જ ગણિત અને વિજ્ઞાનના પાયાના ખ્યાલો સ્પષ્ટ થાય. તેમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ખુબ જ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે. આમ, આવી ઉચ્ચકક્ષાની સિદ્ધિ મેળવવા બદલ શાળા પરિવાર વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

44 views0 comments
bottom of page