top of page
  • Writer's picturegajeravidyabhavanguj

‘દેશ કી આઝાદી કા અમૃત મહોત્સવ’

Updated: Aug 17, 2022


દરેક વ્યક્તિના હૃદયમાં પોતાના દેશ પ્રત્યે પ્રેમની ભાવના સ્વાભાવિક રૂપમાં જ હોય છે. મનુષ્ય જ નહીં પશુ-પક્ષી પણ પોતાના જન્મ સ્થાનને પ્રેમ કરે છે. જન્મભૂમિ ભલે કેવી પણ હોય, તે રેતીલી, બર્ફીલી, મેદાની કે પહાડી હોય તો પણ બધાને પ્રિય હોય છે. માતૃભૂમિને સ્વર્ગ થી પણ ચડ્યાતી માનવામાં આવે છે.

“કર સલામ તિરંગે કો, જીસસે હમારી શાન હૈ,

હર ઘર તિરંગા લેહરાવીએ, યહ હમારી પહચાન હૈ”

પોતાના દેશની સુરક્ષા તેમજ પ્રગતિ માટે પોતાનું તન, મન તેમજ ધન લગાવી દેવું એ જ સાચો દેશપ્રેમ. આપણા દેશમાં અનેક દેશ-ભક્તોએ જન્મ લીધો જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું. એમના જ કારણે આપણે સ્વતંત્ર દેશના નિવાસી છીએ. જે દેશમાં આપણે જન્મ લીધો છે. એના ખોળામાં આપણે અનેક પ્રકારની ક્રીડાઓ કરી છે. જેના અન્ન, જળથી આપણે મોટા થયા છીએ. તે ભારત દેશ મહાન છે.

"લડ્યા યુધ્ધમાં વીર જવાનો, ખુબ લોહી વ્હાવ્યું,

ઉડ્યા નહી જ્યાં લગી પ્રાણ, માથે કફન ઓઢ્યું"

દેશ-પ્રેમનું સાચું સ્વરૂપ એ જ છે કે વ્યક્તિ પોતાના દેશને પોતાનો સમજે, એની સંસ્કૃતિ, આચાર-વિચાર, રીતિ-રિવાજ તેમજ વેશભૂષા પ્રતિ આસ્થા રાખે. ભારતનો ભૂતકાળ ખુબ જ ભવ્ય અને મહાન છે.

અંગ્રેજોની જો હુકમી, જુલ્મ અને ગુલામીની વેદનાથી પીડિત પ્રજા પરેશાન હતી ત્યારે અનેક ક્રાંતિકારી વીરોએ અવાજ ઉઠાવ્યો અને આખા દેશમાં દેશભક્તિની જ્યોત જલાવી અને ગાંધીજીના નેતૃત્વ હેઠળ સત્ય અને અહિંસાના માર્ગે દેશવ્યાપી આંદોલન શરુ કરી દેશને આઝાદી અપાવી.

આઝાદીની આ લડાઈમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર લડવૈયાઓની શોર્યગાથાને બિરદાવવા અને તેમનું ઋણ ચુકવવા માટે અમારી શાળામાં આઝાદીના “૭૫માં વર્ષ ના અમૃતમહોત્સવ” ની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરવામાં આવી. એક્ટીવીટી દ્વારા બાળકોને રાષ્ટ્રધ્વજમાં છાપકામ, કોલાઝવર્ક કરાવવામાં આવ્યું. ભારતના રાષ્ટ્રીય પ્રતિકોની ઓળખ કરાવી બાળકોએ એક પાત્રીય અભિનય દ્વારા પોતાનું વક્તવ્ય રજુ કર્યુ અને ખુબ જ સરસ ડાન્સ કર્યો.

“સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ,

દેખના હૈ જોર કિતના બાજુ એ કાતિલ મે હૈ”

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે “આવતીકાલના નેતા” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણાં બાળકોએ ભાગ લીધો હતો અને પોતાના પાત્ર મુજબ વ્યક્તવ્ય રજુ કર્યુ હતું.

આઝાદીના આ 75માં વર્ષમાં મંગલ પ્રવેશની દરેક ભારતવાસીઓને હાર્દિક શુભકામના તેમજ અમુલ્ય આઝાદી અપાવનાર દરેક મહાન વ્યક્તિઓને કોટી કોટી વંદન...

'ભારત મેરા દેશ અનોખા, સારે જગ સે ન્યારા હૈ...'


350 views0 comments
bottom of page