gajeravidyabhavanguj
દેશભક્તિ ગીત સ્પર્ધા.

આઝાદી કા અમૃત મહોત્સવ
આજરોજ તા.12-08-2022 શુક્રવાર ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમમાં 75 મો અમૃત મહોત્સવ સ્વરૂપે દેશભક્તિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. શાળાનાં આચાર્ય શ્રી ભાવેશભાઈ ઘેલાણીની આગેવાની હેઠળ તેમજ શાળાનાં સુપરવાઈઝરશ્રી ધારાબહેન ગજેરા તેમજ કિશોરભાઈ જસાણીના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 થી 12 ના કુલ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા શાળાનાં વિશાળ કોન્ફરન્સ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયકશ્રી દર્શનાબેન પારેખ તેમજ મોદી કિંજલબેને કરેલ હતું. આ વિદ્યાર્થીઓને દેશભક્તિ ગીતો માટે તૈયાર કરાવનાર કલ્પનાબેન તેમજ સંગીતના શિક્ષક વત્સલ પણ સેવા આપી હતી. હાલ સમગ્ર શાળામાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણીનો મહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ દેખાઈ રહ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી 13 થી 15 ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાવ્યું છે. આ વિદ્યાર્થીઓને તૈયાર કરનારા શાળાનાં શિક્ષકો અને ભાગ લેનાર વિદ્યાર્થીઓનો શાળાનાં આચાર્યશ્રી ધ્વારા આભાર માનવામાં આવ્યો હતો. આ અમૃત મહોત્સવ શાળા પરિવાર માટે ખૂબ યાદગાર બની રહ્યો હતો.