gajeravidyabhavanguj
દેશભક્તિ ગીત સ્પર્ધા

સાત દાયકા પહેલા આજના દિવસે૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતને અંગ્રેજોથી આઝાદી મળી હતી ત્યારથી ભારતીય ઇતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ બની ગયો. જોકે 26 મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજ ને ફરકાવીને ૭૨ વર્ષ પહેલા ભારતીય ગણતંત્રના ઐતિહાસિક પર્વની જાહેરાત કરી હતી. અંગ્રેજોના શાસનથી છુટકારો મેળવ્યા બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો 15 મી ઓગસ્ટ ફક્ત ભારતમાં જ નહીં અન્ય દેશોમાં પણ સ્વતંત્ર દિવસ તરીકે ઉજવાય છે અને આ દેશ છે બહેરીન દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા અને લીટેસ્ટીન અને કોંગા ગણરાજ્ય.
ભારત એક બિનસાંપ્રદાયિક અને વિવિધતા વાળો દેશ છે જેમાં વિવિધ ધર્મના લોકો વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એકસાથે સદભાવના સાથે રહે છે.ભારત દેશ એક લોકશાહી દેશ છે આ વખતે આપણે આપણા દેશનો 75 મો સ્વતંત્ર દિન ઉજવીશું પરંતુ આ કોરોના રૂપી એનાકોન્ડા જેવી મહામારી છેલ્લા દોઢ વર્ષથી આખી દુનિયાને તેના ભરડામાં લઈ રહી છે માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઇન ચાલી રહ્યું છે આપણા વિદ્યાર્થીઓ આવી વિકટ પરિસ્થિતિમાં પણ દેશ પ્રેમ કાયમ રાખી શકે અને દેશભક્તિ પ્રત્યે જાગૃત થાય તેવા ઉદ્દેશ્યથી ગજેરા શાળામાં ઓનલાઇન દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું.
