gajeravidyabhavanguj
“દેશભક્તિગીત સ્પર્ધા”

શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન, કતારગામ (ગુજરાતી માધ્યમ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તા.13-08-2021 નાં રોજ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના પી.ટી. શિક્ષિકા કલ્પનાબેન બ્રહ્મભટ્ટે સાંભળ્યું હતું. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે નિર્લેપભાઈ દેસાઈ અને ચેતનાબેન પટેલ ભૂમિકા ભજવી હતી. સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે ગજેરા ટ્રસ્ટનાં ઇન્ચાર્જ શ્રી કૈલાસભાઈ ચૌધરી તથા શાળા આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી તથા સુપરવાઈઝર શ્રી કિશોરભાઈ જસાણી તથા ધારાબેન તળાવીયા ઉપસ્થિતિ રહ્યા હતાં. સમગ્ર સ્પર્ધામાં 09 વિદ્યાર્થી માધ્યમિક વિભાગનાં તથા 09 ઉ.માધ્યમિક વિભાગનાં થઇ કુલ 18 સ્પર્ધકો વચ્ચે આ સ્પર્ધા થઈ હતી. જેમાં માધ્યમિક વિભાગમાંથી પ્રથમ ક્રમ મોઘરિયા હેમાલીએ તથા બોજો ક્રમ કોટડીયા તિથીએ પ્રાપ્ત કર્યો હતો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પ્રથમ ક્રમ પડસાળા પૃથ્વી અને બોજો ક્રમ કળથીયા સ્નેહાએ પ્રાપ્ત કર્યો હતો. કાર્યક્રમનાં અંતે શાળાના શિક્ષા ગણનાં શિક્ષકોએ પણ સુરીલા દેશભક્તિગીત ગાઈને કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓએ પણ આવી સંગીતમ સવારનો ઉત્સાહથી આનંદ માણ્યો હતો. અંતે શાળાનાં સુપરવાઈઝર કિશોરભાઈ જસાણીએ સંગીતવૃદ, નિર્ણાયકો તથા સ્પર્ધકો દરેકની આભારવિધિ કરી કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી.