gajeravidyabhavanguj
દિવાળીના દીવડા સાથે દીપાવલી ની શુભકામના
शुभं कुरुत्वं कल्याणंआरोग्यं धनसंपदः । शत्रुबुद्धि विनाशायदीपज्योति नमोस्तुते ॥
दीपज्योतिः परब्रह्मदीपज्योति जनार्दनः ।
दीपो हरतु मे पापं संध्यादीप नमोस्तु ते ॥
જ્યાં પ્રકાશ હોય છે ત્યાંથી અંધકાર દૂર થઈ જાય છે, જ્યાંથી અંધકાર દૂર થઈ જાય છે ત્યાં સર્વત્ર માંગલ્ય પ્રસરે છે અને સર્વત્ર શુભ થાય છે, ત્યાં આરોગ્ય સારું રહે છે, ધન-સંપત્તિ રહે છે અને સૌનું કલ્યાણ થાય છે. બુદ્ધિમાં પ્રકાશ થતાં જ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરેનો નાશ થઈ જાય છે. પાપનું કારણ અજ્ઞાન છે, અને આ અજ્ઞાનને દૂર કરનાર દીપક છે માટીનો દીવો. માટીમાંથી બનેલ મનુષ્ય શરીરનું પ્રતિક છે અને એ દીવામાં રહેલ તેલ આપની જીવન શક્તિનું પ્રતિક છે. મનુષ્યએ પોતાની જીવન શક્તિથી મહેનત કરીને સંસાર માં થી અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવો જોઈએ એવો સંદેશ આપે છે.
આપણા વેદ અને શાસ્ત્રો પણ આપણને એ જ શિક્ષા આપે છે કે હે ભગવાન! અંધકાર થી પ્રકાશ ની તરફ મૃત્યુથી અમરતાની તરફ લઈ જાઓ. દિપક સળગાવીને આપણે એ કામના કરીએ છીએ કે હે પ્રભુ! અમારી બુદ્ધિને પ્રકાશિત કરો. આ કારણસર જ આપણે કોઈપણ નવા કાર્યની શરૂઆત દીપક પ્રગટાવીને કરીએ છીએ અને આ જ છે આપણી ભારતીય સંસ્કૃતિની ગરિમા.
દિવાળી ની પૂજામાં દીવાનું સ્થાન મહત્વપૂર્ણ છે. ફક્ત માટીના દિવાનું જ મહત્વ છે. જેમાં પાંચતત્વ છે માટી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ. તેથી દરેક હિન્દુ પૂજામાં પંચતત્વોનાં આપાંચ તત્વો ની હાજરી અનિવાર્ય હોય છે.
દીપકનો પ્રકાશ એ જ્ઞાનનું પ્રતીક છે. અંધકાર એ અજ્ઞાનનું પ્રતીક છે. ઇશ્વર એ જ્ઞાનનું ઉદ્ભવસ્થાન, જ્ઞાન ને પ્રગટ કરનાર અને જ્ઞાનના સાક્ષી છે માટે દીપક ની આરાધના કરવામાં આવે છે.
“તમસો મા જ્યોતિર્ગમય”
ઊંડા અંધકારમાંથી પ્રભુ પ્રકાશ તરફ લઈ જાય છે, તેવી રીતે વિદ્યાર્થીઓ પણ પોતાનામાં રહેલી સુષુપ્ત સર્જન શક્તિ ખીલવે તે હેતુથી ગજેરા વિદ્યાભવન માં દિવાળી પર્વ નિમિત્તે ‘દીવડા ડેકોરેશન’ સ્પર્ધા નું આયોજન કરેલ હતું જેમાં ધોરણ ૩ થી ૫ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આમ દીપકનો પ્રકાશ જેમ અંધકારને દૂર કરે છે તેમ દરેકના પરિવારજનોના જીવનમાંથી અંધકાર દૂર કરી સદૈવ પ્રકાશ ફેલાવે તેવી શાળા પરિવાર તરફથી અભ્યર્થના......
HAPPY DIWALI
