gajeravidyabhavanguj
"દિવાળી કાર્ડ મેકિંગ સ્પર્ધા "
દિવાળી એટલે તહેવારોની રાણી. દિવાળી હિન્દુઓનો સૌથી મોટો ધાર્મિક તહેવાર છે. આ દિવસે ભગવાન રામચંદ્ર પોતાનો ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પાછા આવ્યા હતા. તે ખુશીમાં દરેક અયોધ્યાવાસીઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. શુભેચ્છા પાઠવવા માટે લોકો પોતાના સગા સબંધી તેમજ મિત્રોને દિવાળીકાર્ડ લખે છે. દિવાળીકાર્ડ આપવાનો મુખ્યહેતુ એ છે કે જે વ્યક્તિ આપણને રૂબરૂ મળી નથી શક્તિ અને આપણે આપણા હૃદયની લાગણી વ્યક્ત કરવા માટે દિવાળીકાર્ડ દ્વારા શુભેચ્છા પાઠવી દિલથી લાગણી વ્યક્ત કરી શકીએ છીએ અને આપણા સબંધો પણ સચવાય છે.

આમ તો દિવાળીકાર્ડ તૈયાર મળે છે પરંતુ, બાળકોમાં રહેલી કલાત્મકશક્તિ ને બહાર લાવવાના ભાગરૂપે ગજેરા વિદ્યાભવનમાં ધોરણ -૧ અને ધોરણ -૨ ના વિદ્યાર્થીઓ માટે “દિવાળીકાર્ડ મેકિંગ ” સ્પર્ધા નું online આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખુબજ સરસ દિવાળીકાર્ડ બનાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાનામાં રહેલી કલાત્મકશક્તિનું પ્રદર્શન કર્યું હતું. આમ તો દિવાળીકાર્ડ કાગળમાંથી જ બનાવવામાં આવે છે. પરંતુ જુટ દ્ગારા બનાવેલ કાર્ડ sustainable હોવાથી તેમજ વિદ્યાર્થીઓમાં નવીનતા આવે અને નવું જાણી અને શીખી શકે એવા હેતુ થી વિદ્યાર્થીઓને દિવાળીકાર્ડ બનાવવા માટે જુટ / ક્ષણ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી પર્યાવરણ નો પણ બચાવ થાય. પર્યાવરણનો બચાવ કરવો એ આપણી નૈતિક ફરજ છે.