gajeravidyabhavanguj
"Diya Making Competition"
‘દીપ એટલે ‘પ્રકાશ’ અને ‘આવલી’ એટલે ‘હરોળ’
અજ્ઞાનનો અંધકાર દુર કરી અંતરમાં જ્ઞાનનો દીપક પ્રગટાવીએ.
“ પિતા એક દીવડા માફક છે.
જે અંધકારરૂપી દુઃખમાં પોતે એકલાં જ બળે છે.
અને સુખ રૂપી પ્રકાશ
તેમના અંગત સ્વજનો આપે છે.”
આનંદનું પર્વ એટલે દીપોત્સવી પર્વ અમાસના અંધકારમાં શરુ થતું દીપોત્સવથી પર્વ એ તિમિરથી તેજ તરફ ગતિ કરવાનું પર્વ છે.
આવા જ પ્રકાશ ફેલાવવા માટે ગજેરા વિદ્યાભવન કતારગામમાં કોડિયા મેકિંગ સ્પર્ધા રાખવામાં આવી હતી. તેમાં ધો-6 અને ધો-7 ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ‘Eco Friendly’ ને અનુરૂપ તેમણે માટીમાંથી શાળામાં જ કોડિયા બનાવવાની
કલાગીરી બતાવી હતી.તેમાં સ્ટોન,ફૂલ,પાન,વેલ,પીંછાઓ વગેરે વસ્તુઓથી કોડિયા બનાવીને શણગાર કરવામાં આવ્યા હતા.
પૃથ્વી સૂર્યદેવની એક પ્રદક્ષિણા પૂરી કરે ત્યારે પૃથ્વી પરના આર્ય બાળકે ઉત્સવો ઉજવે આર્ય બાળકના આ ઉત્સવના દિવસો તે દિવાળી. આ દિવસોમાં માનવે ઘેર-ઘેર પ્રકાશ પ્રગટાવવા દીપકમાળે પ્રગટાવે છે. વળી દેવને પ્રસન્ન કરવા દેવ મંદિરમાં ન વાગે, અનેક પ્રકારના અર્પણવિધિ થાય. યજ્ઞો થાય અને રોશની થાય. નાના બાળકે જેમ માતાપિતાને હસી, રમી આનંદ કરી દેવને પ્રસન્ન કરે આમ પ્રત્યેક આર્યગૃહ ઉજળું થાય.