gajeravidyabhavanguj
દિપોત્સવી પર્વની શાનદાર ઉજવણી

આજ રોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં તા.13/10/2022 ગુરુવાર નાં રોજશાળામાં દિવાળી કાર્ડ તેમજ દીવડા શણગાર સ્પર્ધા યોજાઈ ગઈ આ સ્પર્ધામાં ધોરણ 8 થી 12નાં વિધાર્થી 90 અને વિધાર્થીનીઓ 100 ભાગ લીધેલ શાળાનાં આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન તળાવીયા અને કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે ઉપરોક્ત કાર્યક્રમનું શાળાનાં એસેમ્બલી હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓ અને વિધાર્થીની ઉત્સાહ ભેર ભાગ લીધેલ હતો. દિપોત્સવી પર્વોત્સવ એટલે જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશનો ઉજાસ, ઓજસ અને સોંદર્યતાનો ત્રિવેણી સંગમ, જે અજ્ઞાનરૂપી તિમિર કે તમસને દૂર કરે છે. જેનું મહત્વ સમજવામાં આવ્યું હતું. નિર્ણાયકશ્રીએ બંને સ્પર્ધામાં પ્રથમ, દ્રિતિય, તૃતીય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. શાળાનાં શિક્ષકા કલ્પનાબેન તમામનો આભાર માનીને કાર્યકર્મ સમાપન કર્યો હતો.