gajeravidyabhavanguj
ત્રિદિવસીય શિક્ષક-પ્રશિક્ષણ વર્ગ
ચિલ્ડ્રન યુનિવર્સિટી, વિદ્યાનિકેતન દ્વારા શિક્ષકોની ‘શિક્ષણ-પ્રશિક્ષણ વર્ગ’ ત્રિદિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ- 21/12/2021 ને મંગળવારના રોજ ગુજરાતી વિષય માટે તારીખ- 22/12/2021 ને બુધવારના રોજ અંગ્રેજી વિષય માટે અને તારીખ-23/12/ 2021 ને ગુરુવારના રોજ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે એક-એક દિવસના પ્રશિક્ષણ વર્ગનું આયોજન સંસ્કારધામ કેમ્પસ બોપલ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું.
ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી દ્વારા આયોજિત શિક્ષક-પ્રશિક્ષણ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાનું મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. ગુજરાતી ભાષા સરળ, સુંદર, સચોટ, સ્પષ્ટ, સંક્ષિપ્ત અને સત્ય આધારિત હોવી જોઈએ તે વિશે માહિતી આપી.
વાર્તાની રજૂઆત, વાર્તાની શરૂઆત, વાર્તાની રસપ્રદતા તેમજ વાર્તાનો અંત વિશેની પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ પરિચિત થશે. કાવ્યમાં ભાષા,ભાવ,અર્થ અને સંદર્ભ વિશે વિદ્યાર્થીઓને સમજૂતી આપી અને વિદ્યાર્થીઓ કાવ્યનું મહત્વ સમજશે. વિદ્યાર્થીઓને શબ્દકોશ બતાવવો અને તેના ઉપયોગ કરાવવો જેથી શબ્દભંડોળ મળી રહે તેનાથી કાવ્ય, લેખ, વાર્તા વગેરે સ્વલેખન કરી શકે. આ તમામ માહિતી અંગેની તાલીમ આપવામાં આવી હતી.
ડો. નરેન્દ્ર વસાવા દ્વારા ઇંગ્લિશ લેંગ્વેજની ચાર મુખ્ય સ્કીલ-LSRW એટલે Listening, Speaking, Reading અને Writing વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં Listening અને Reading સ્કીલ પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ જો વાંચનશક્તિ વધારી શકે તો તેઓ તેઓમાં શબ્દભંડોળ વધે અને તેઓ વધુમાં વધુ મૌલિકતા કેળવી શકે અને Reading-Writing સ્કિલ વિકસાવી શકે.
ડો.ધર્માંશુ વૈદ્ય દ્વારા ઇંગ્લિશ લેંગ્વેજનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેઓએ પણ Vocabulary અને pronunciation પર વધુ ભાર મૂક્યો હતો. The difference between bed-bad એટલે કે યોગ્ય pronunciation જરૂરી છે.
ડો.કૃણાલ પંચાલ દ્વારા સમજાવવામાં આવ્યું કે દરેક બાળકમાં કોઈ ને કોઈ અલગ સ્કીલ રહેલી જ છે એનામાં રહેલી સુષુપ્ત શક્તિને ખીલવવાનું કામ શિક્ષક જ કરી શકે છે.
ડો.રાધિકા પંડ્યા દ્વારા શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે શૈક્ષણિક ઇન્ટરેક્શન વિશે સમજ આપવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મેળવે. વિદ્યાર્થીઓને group discussion અને ડાયલોગ ની પ્રેક્ટિસ આપવી. જે-તે સ્થળની લાઈવ મુલાકાત આપી શિક્ષણનું સ્તર ઊંચું લાવી શકાય.
ડો.કૃણાલ પંચાલ દ્વારા “સામાજિક વિજ્ઞાનનો શિક્ષક કેવો હોવો જોઈએ.” આ વિષય પર તેમણે સમજાવતાં જણાવ્યું કે બાળકોને ઐતિહાસિક વિષયની સમજ ચિત્રો, ઐતિહાસિક સ્થળોની મુલાકાત દ્વારા, સમજ આપવી, જેથી વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે રૂચિ અને સન્માનની ભાવના જાગૃત થાય. આ સાથે જ ક્રાંતિકારીઓ વિશે ની સમજ અભિનય દ્વારા સમજાવી જેથી બાળકોમાં વિરતા, નીડરતા, નેતૃત્વના ગુણોનો વિકાસ થાય. તેમજ વધુમાં જણાવતા તેમણે ભૌગોલિક બાબતો ને પણ નકશા દ્વારા સચોટ અને સત્ય માહિતી સમજાવવાની જાણકારી આપી અને નાગરિકશાસ્ત્ર જેવા વિષયનું જ્ઞાન પણ આપી વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યે પ્રેમ, લાગણી, સન્માન, ભાઈચારો, બિનસાંપ્રદાયિકતા વગેરે બાબતો સમજે અને દેશના એક સારા અને જાગૃત નાગરિક બને તે રીતે તેમને જ્ઞાન આપવું જોઈએ.
ડો.કૃણાલ પંચાલ દ્વારા ગુજરાતી,અંગ્રેજી તેમજ સામાજિક વિજ્ઞાનમાં how to become five star teachers- વિશેની યોગ્ય સમજ આપી.