gajeravidyabhavanguj
ટોક-શો “ઈન્વેસ્ટ ઈન સ્ટોક માર્કેટ અને મ્યુ.ફંડ”

ગજેરા વિદ્યાભવનમાં કોમર્સ પ્રવાહના બાળકોને વિષય વસ્તુમાં વધુ માહિતી મળે ઉપરાંત રોકાણ સંબંધિત જ્ઞાન મળી રહે તે માટે આજ રોજ “ઈન્વેસ્ટ ઈન સ્ટોક માર્કેટ અને મ્યુ.ફંડ” ના વિષય પર ટોક શો નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વક્તા તરીકે ડૉ.આદિત્ય શ્રીનિવાસ ઉપસ્થિત હતા. કે જેઓ B.SE સ્ટોક ફોરમના હેડ તરીકે કાર્યરત છે. જેઓએ શાળાનાં ધો.11-12 કોમર્સના 3 વિદ્યાર્થીઓ ઈશા,દિયા અને સૌરભ સાથે ઉપરોક્ત વિષય પર વિવિધ પ્રશ્નોની છણાવટ કરી ચોક્કસ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
ઉપરોક્ત સમગ્ર ટોક-શો નું આયોજન કરવા શાળાનાં આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણી તથાવ વાઈસ પ્રિન્સીપાલ શ્રી કિશોરભાઈ અને શ્રીમતી ધારાબેને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શાળાનાં ધો-12 ના અર્થશાસ્ત્ર વિષયના શિક્ષકશ્રી દેવાંગભાઈ ગુજરાતીએ ટોક-શો નું સંચાલન કર્યું હતું.