gajeravidyabhavanguj
ટેક્નોલોજીની શૈક્ષણિક અને સામાજિક ઉપયોગીતા


ટેક્નોલોજીની શૈક્ષણિક અને સામાજિક ઉપયોગીતા

આપણે સૌ ટેક્નોલોજીના એવાં હાઈટેક જમાનામાં જીવી રહયાં છીએ કે જેમાં ટેક્નોલોજીથી જન્મેલ બાળક મોમાં ચાંદીની ચમચીને બદલે હાથમાં મોબઈલ લઈને જન્મે છે, ઈલેટ્રોનિક્સ ક્રેડલમાં ઝૂલે છે, હાલરડાંને બદલે યુ-ટ્યુબના મ્યુઝીકથી પોઢે છે અને ઈલેટ્રોનિક સાધનોથી રમીને મોટું થઈને ઈલેટ્રોનિક ગેજેટ્સનો જ ભરપુર ઉપયોગ કરતો થાય છે.
આજની ટેક્નોલોજીથી માતા-પિતાને બાળકની શેક્ષણિક ગતિવિધિઓથી સતત વાકેફ રાખે છે, પરદેશમાં અભ્યાસ કરતાં દીકરા કે દીકરી સાથે Face Time દ્વારા વાતચીત કરી તેને પ્રત્યક્ષ મળતા હોય તેવો હૃદયને આનંદ આપનાર એ આજની ટેક્નોલોજી છે. સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ બોર્ડ અને વિવિધ ઉપકરણોથી સુસજ્જ સ્કૂલ હવે સ્માર્ટ સ્કૂલ બની સ્માર્ટ સ્ટુડન્ટને બહાર પાડે છે. અને સ્માર્ટ સ્ટુડન્ટ ટેક્નોલોજીના ઉપયોગથી પોતાના હોમવર્ક માટે જાતે રોબોટ બનાવે છે. આપણા રોજીંદા કામમાં પણ આ ટેક્નોલોજીની બાદબાકી કરી શકાય તેમ નથી કારણ કે આ ઓનલાઈનના જમાનામાં ભૂખ લાગી હોય તો તુરંત સ્વીગી હાજર, મુવી જોવું હોય તો ઓનલાઈન બુકિંગ, ફ્લાઇટ , ટ્રેંન, બસ તથા હોટેલનું પણ ઓનલાઈન બુકિંગ અને ઘરના તમામ બિલોની ચુકવણીઓ અને ખરીદીઓ પણ હવે ઓનલાઈન થવા લાગી છે. આ બધી સગવડો મળતા આપણે આપણા સમયનો બચાવ કરી શક્યા છીએ. ATM દ્વારા દ્વારા પૈસાતો 24 કલાક મળી રહે છે. પણ Any Time Milk ના ATM દ્વારા હવે ચોવીસ કલાક દૂધ પણ ઉપલબ્ધ છે. મુસાફરી દરમિયાન હેલ્થ પ્રોબ્લેમ્સ થાય તો તુરંત App દ્વારા દ્વારા ડૉકટરની સલાહ મદદ મળી શકે છે. સેકન્ડોમાં Data Transfer કરી વ્યવહારોને સરળ બનાવ્યા છે. કૃષિક્ષેત્રે અન્ન સમસ્યા ટેક્નોલોજીના માધ્યમથી હળવી બની છે. આજે અન્ય દેશોના યુદ્ધ માટે પણ ટેક્નોલોજીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહયો છે. મેડીકલ ક્ષેત્રે તો ટેક્નોલોજીએ કમાલ કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટેક કંપનીઓએ એવાં ગેઝેટ્સ લોન્ચ કર્યા છે જે શરીરની અંદર કોઈપણ સમસ્યાને ઓળખી તત્કાલ એલર્ટ કરી દે છે.
આ પ્રકારની અનેક સુવિધાઓ ટેકનોલોજી દ્વારા પ્રાપ્ત થતી હોવા છતાં ટેક્નોલોજીનો અતિરેક એ એક પડકાર છે જ .... પણ લાલબત્તી સમાન પણ છે જ. જે આજની પેઢી જેટલું વહેલું સમજે તેટલું તેમના હિતમાં છે. ઘણી બધી મર્યાદાઓ સાથે આપણે ટેક્નોલોજીસ્ટના આભારી છે. કારણ નવા જમાનામાં ટેક્નોલોજીની મદદથી સારી સુવિધાઓ તેમજ ઈમરજન્સી સેવા ઊપલબ્ધ કરાવી તે પણ એક પરોપકાર છે. એટલે ટેક્નોલોજીસ્ટ કોય પરોપકારીથી ઓછા નથી.
પણ.... આ અમૂલ્ય જિંદગી ઈશ્વર તરફથી મળેલ અણમોલ ભેટ છે અને તેથી વિશેષ જે જ્ઞાન દ્વારા આપણી જિંદગી સુખદાયી અને વૈભવી બની શકે તે જ્ઞાન આપનાર ઈશ્વરનો હદયપૂર્વકનો આભાર માનીએ અને ટેક્નોલોજીના ગુલામ બનવાને બદલે તેનો સમુચિત ઉપયોગ કરી આપણું જીવન વધુ અર્થપુણ બનાવીએ ...
-ધર્મેશ ચાહવાલા