gajeravidyabhavanguj
ટાઈગર ડે

"હર રૂપ મેં ઈશ્વર રહેતે હૈ યહી તો સબ માનતે હૈ
ફિર ક્યુ સ્વાર્થ કે લિયે બેઝુબા કો કાટતે હૈ"
ભારતમાં પર્યાવરણને આદિકાળથી માનવ જીવનના તાણાવાળા સાથે વણી લેવામાં આવેલ છે ભૂતકાળમાં પર્યાવરણની મદદથી માનવીએ આર્થિક વિકાસ સાધવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને સંસ્કૃતિના સોપાનો સર કર્યા છે આમ પર્યાવરણ, આર્થિક વિકાસ અને સંસ્કૃતિને એકબીજાથી જુદા ન પાડી શકાય. વિશાળ અર્થમાં જોઈએ તો પર્યાવરણ એટલે હવા, પાણી, જમીન, વનવિસ્તાર તથા દરિયાઈ જંગલી તેમજ પાલતુ પ્રાણી, પશુઓ, પક્ષીઓ અને માનવ જીવન વચ્ચેનો ઉચિત સમન્વય.

વન્ય પ્રાણીઓ હોય કે પાલતુ પ્રાણીઓ બંને પર્યાવરણના અવિભાજ્ય અંગ છે પર્યાવરણ પ્રાણીઓનું આશ્રયસ્થાન છે, પર્યાવરણ પ્રાણીઓને પોષણ, આશ્રય, રક્ષણ વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડે છે પર્યાવરણ અને તેમાં રહેનારા સજીવો એક તંત્રની રચના કરે છે જેને ઇકો સિસ્ટમ કહે છે તેમાંથી એકનો પણ નાશ થાય કે એની સંખ્યામાં ફેરફાર થાય તો જંગલની ઇકો સિસ્ટમમાં અનેક પ્રકારના વિક્ષેપ થવાની શક્યતાઓ વધી જાય છે. પ્રકૃતિએ આ પૃથ્વીને ઘણા સજીવો માટે બનાવી છે એટલે જ કવિ ઉમાશંકર જોશીની જાણીતી પંક્તિ મુજબ આપણે અન્ય સજીવોના સહ અસ્તિત્વનો પણ સ્વીકાર કરવો જોઈએ,
"વિશાળ એ જગ વિસ્તારે, નથી એક જ માનવી,
પશુ છે પંખી છે, પુષ્પો વનોને છે વનસ્પતિ"
જંગલોનો વિનાશ ગેરકાયદેસર પ્રાણીઓનો શિકાર શહેરીકરણને કારણે વન્ય પશુ સંપત્તિનો સદંતર વિનાશ થયો છે માનવીએ વન્યજીવોનો વિનાશ કેટલી નિર્મમતાથી કર્યો છે કે કેટલાક વન્યજીવોની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે અને કેટલાક જીવો પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યા છે તેમાંનું જ એક પ્રાણી છે વાઘ. વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે જે આજે લુપ્ત થવાના આરે છે વાઘ એક તાકાતવર અને સુંદર પ્રાણી છે. વાઘ ઇકો સિસ્ટમની હેલ્થ અને ડાવસિટી જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાઘ ઉચ્ચ કોટીનો શિકારી છે જે પોષણ શૃંખલા ઉપર સૌથી વધારે અસર કરે છે. વાઘ જંગલના તૃણાહારી પ્રાણીઓની વસ્તી જાળવી રાખવામાં મહત્વનો ફાળો આપે છે. જેથી વનસ્પતિ પર આધારિત પ્રાણીઓ અને વનસ્પતિનું સંતુલન જળવાઈ રહે. વનોના નિકંદનને કારણે આવાસમાં ઘટાડો શિકાર વાઘના શરીરના અંગોનો ગેરકાયદેસર વેપાર વાઘની વસ્તીના ઘટાડાના મુખ્ય પરિબળો છે હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાને નજીક છે.
જેથી વાઘ સરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ૨૯ મી જુલાઈ ના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે. તેથી જ ગજેરા બાલભવનમાં પણ વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને વન્યપ્રાણીઓની સમજ આપવામાં આવી હતી અને શિક્ષકોએ દ્વારા જંગલી પ્રાણી ક્યારે હિંસક બને છે તે નાટ્યકૃતિ દ્વારા સમજાવવામાં આવ્યું હતું બાળકો પણ ઘરેથી વાઘનું માસ્ક બનાવી ને લાવ્યા હતા.
