gajeravidyabhavanguj
જીવન જીવવાની શ્રેષ્ઠ કળા છે યોગ
"યોગ: મનની શાંતિ અને એકાગ્રતાનો માર્ગ"

આજના ઝડપી જીવનમાં એવી ઘણી ક્ષણો છે જેને આપણી ગતિ ને બ્રેક મારી દીધી છે. આપણી આસપાસ ઘણા કારણો છે જે તણાવ, થાક અને ચીડિયાપણું આપે છે. આવી સ્થિતિમાં જીવનને સ્વસ્થ અને શક્તિશાળી રાખવા યોગએ રામબાણ દવા છે. જે મનને ઠંડુ રાખે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. જીવનની ગતિ યોગથી સંગીત ની ગતિ પ્રાપ્ત કરે છે.
યોગ શબ્દના બે અર્થ થાય છે, અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે- જોડ અને બીજો છે- સમાધિ. જ્યાં સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે.
યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી એક ઉત્તમ ભેટ છે. ભારતના અર્વાચીન શાસ્ત્રોમાં યોગ વિશે અનેક વ્યાખ્યાઓ આપવામાં આવી છે. શ્રીમદ્

ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ યોગનો અર્થ સમજાવતા અર્જુનને કહે છે કે," યોગ કર્મશું કૌશલમ" અર્થાત કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવી એનું નામ યોગ. યોગ માન્યતા અનુસાર શિવને પ્રથમ યોગી અથવા પ્રથમ ગુરુ તરીકે જોવામાં આવે છે. આમ આત્માને પરમાત્મા સાથે જોડવાની શાસ્ત્રોક્ત પદ્ધતિમાં યોગનો પણ સમાવેશ થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગના આઠ અંગો છે. જેથી તેને અષ્ટાંગ યોગ પણ કહે છે.
"યોગજીવન કા વહ દર્શન હૈ, જો મનુષ્ય કો ઉસકે આત્મા સે જોડતા હૈ."
આપણું મન ખૂબ જ ચંચળ અને અસ્થિર હોય છે. યોગ મનને સ્થિર રાખવા માટેનો ઉત્તમ સાધન છે. વાસ્તવમાં યોગ એ મનોવિજ્ઞાન સાથે જોડાયેલું છે. ચિતની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકારાત્મક વિચારો દૂર કરી સ્વયંના વિકાસમાં ઉપયોગી થાય એવા વિચારોને સ્થિર કરવા એ યોગનું લક્ષ્ય છે. મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા, મનુષ્ય અને પ્રકૃતિ મધ્યની સંવાદિતા નું મૂળ રૂપ છે. યોગ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દ્રષ્ટિકોણ છે. યોગ એ કસરત નહિ પરંતુ આપણામાં, વિશ્વ તથા પ્રકૃતિમાં રહેલી એકરૂપતા ની શોધ છે.
"રોગ મુક્ત જીવન જીને કી હો ચાહત,
નિયમિત યોગ કરને કી ડાલો આદત"
૨૧મી જૂન નો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે. જેને ગ્રીષ્મ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિએ ગ્રીષ્મ સંક્રાંતિ બાદ સૂર્ય દક્ષિણાયન થાય છે અને સૂર્ય દક્ષિણાયન ના સમયે આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવી લાભકારી છે. તેથી ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે પસંદ કરવાનું પણ ખાસ કારણ છે. કારણ કે યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે.
આજરોજ અમારા બાલભવનમાં પણ “વિશ્વ યોગ દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં "સહયોગ ફિટનેશ" દ્વારા શિક્ષકોને તેમજ વાલીશ્રીઓને “રીઅલ લાઈફ યોગા સેન્ટર” દ્વારા યોગ અંગે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને નાના બાળકોને યોગ અને કસરતનું મહત્વ સમજાય એ હેતુથી શિક્ષકોએ ઓનલાઈન ક્લાસમાં એરોબિકસ, એનિમલ યોગા, લાફિંગ યોગા કરાવી બાળકો સાથે યોગ દિવસ ની ઉજવણી કરી.
"ભાતી ભાતી કે આસન હે, ઓર ભિન્ન ભિન્ન હે નામ,
શરીર કે હર હિસ્સે કો, મિલતા હૈ બહુ આરામ"