top of page
  • Writer's picturegajeravidyabhavanguj

જીવન જીવતા શીખવાડે એવા સ્વામી વિવેકાનંદ

Updated: Jan 13

“ सिर्फ बल मत दिखाओ उदण्ड की तरह ,

बुद्धि और विवेक से काम लो विवेकानंद की तरह |”


સ્વામી વિવેકાનંદનો જન્મ બ્રિટિશ સરકાર દરમિયાન 12 જાન્યુઆરી 1863 ના રોજ કલકત્તામાં થયો હતો. આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ નું બાળપણનું નામ નરેન્દ્ર હતું. નરેન્દ્ર નો જન્મ યૌગિક સ્વભાવ સાથે થયો હતો. તેઓ હંમેશા ધ્યાન ધરતા નરેન્દ્ર ફિલોસોફી, ધાર્મિક ઇતિહાસ, સામાજિક વિજ્ઞાન, કળા અને અને સાહિત્યમાં રુચિ ધરાવતા હતા. તેમને વાંચનનો ખૂબ શોખ હતો તેમની યાદશક્તિ પણ અદભુત હતી. તેઓ એકવાર પુસ્તક વાંચતા અને તેમને બધું યાદ રહી જતું.



સ્વામી વિવેકાનંદ એક મહાન દેશભક્ત વક્તા વિચારક અને માનવ પ્રેમી હતા. અત્યંત પ્રભાવશાળી અને બુદ્ધિજીવી સ્વામી વિવેકાનંદ ના વિચારોથી સૌ કોઈ પ્રભાવિત હતા. સ્વામીજીના વિચારોમાં હંમેશા દેશપ્રેમ સામેલ હતો તેમણે હંમેશા દેશવાસીઓના વિકાસ માટે કામ કર્યું હતું કોઈપણ માણસ તેમના વિચારોમાંથી પ્રેરણા લઈ પોતાનું જીવન બદલી શકે છે.

વકૃત્વ એ અસરકારક જાહેરમાં બોલવાની કળા છે, જે સ્વામી વિવેકાનંદમાં જોવા મળતી હતી. ખાસ કરીને સ્પષ્ટ વિશિષ્ટ અને સામાજિક રીતે સ્વીકાર્ય શબ્દોના ઉચ્ચારણ માટે બોલવાની કળા એટલે વકૃત્વ. વકૃત્વ સામાન્ય રીતે સફળ વક્તા કેમ થવાય એ માટેની સાધના માંગી લેતી કળા તરીકે પણ ઓળખાય છે વકૃત્વ એક પ્રકારનો પ્રચાર છે અને ફક્ત પ્રચારક છે.


“चारों और बस खुशिया है|,सबका मन आनंद हो जाये,

काश एसा हो की इस देश में फिर से कोई विवेकानंद हो जाये |”



બાળકોમાં છુપાયેલી કળાને બહાર કાઢવા તેમજ બાળક સ્વયંશિસ્ત શીખે તે અંતર્ગત ગજેરા વિદ્યાભવન કતારગામ પ્રાથમિક વિભાગમાં ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે બાળકમાં છુપાયેલી કળા બહાર આવે બાળકનો જે વિષય છે, તેના વિશે ઊંડાણ તેમજ રસ પૂર્વક શીખે તેમજ બાળકો આચાર્ય, ઉપાચાર્ય શિક્ષકો ,તેમજ અન્ય તેઓના સહ અભ્યાસી વિદ્યાર્થીઓ સમક્ષ પોતાની વાત મૂકી શકે.

611 views0 comments
bottom of page