gajeravidyabhavanguj
“જીવન એ નાટક છે”
સાહિત્ય સ્વરૂપ તરીકે નાટક એ ગુજરાતી સાહિત્યનો આધુનિક પ્રકાર છે. ગુજરાતી નાટક નો જન્મ મુંબઈમાં થયો હતો. મરાઠાઓએ ગુજરાતી રંગભૂમિની સ્થાપના કરેલી. આ મંડળીઓ જુદાજુદા નાટકો કરતી અને ઈ.સ 1853માં અમદાવાદ ની અંદર ભદ્રના કિલ્લા પાસે “દ્રૌપદી વસ્ત્રાહરણ” નામનું નાટક ભજવેલું, ત્યારબાદ ગુજરાતમાં પણ વિવિધ નાટ્ય મંડળીઓની સ્થાપના થયેલી. ગુજરાતી નાટક ઉપર સંસ્કૃત નાટકો અને આપણી ભવાઈના પણ કેટલાક અંશ જોવા મળે છે.
ઐતિહાસિક દ્રષ્ટિએ ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક ‘ગુલાબ’ છે. તેના સર્જક નગીનદાસ તુલજાદાસ હતા. આ નાટકની રચના નો નમુનો અંગ્રેજી નાટક માંથી લીધો છે.પરંતુ તેમાં સંસ્કૃત નાટકની પણ અસર વર્તાય છે. ગુજરાતી રંગભૂમિ અને નાટકક્ષેત્રે રણછોડભાઈ ઉદયભાઇ ને નાટકના પિતા કહેવામાં આવે છે. જેમણે નાના-મોટા ચૌદ નાટક લખેલા છે. ‘જય કુમારી વિજય’ અને ‘લલિતા દુઃખ દર્શક’ તેમના સફળ નાટક હતા.
અર્વાચીન ગુજરાતી સાહિત્ય અને વળાંક આપી કવિ નર્મદ દ્વારા ‘રામ જાનકી દર્શન’ ‘કૃષ્ણકુમાર દર્શન’, ‘દ્રૌપદી દર્શન’, ‘બાળકૃષ્ણ દર્શન’ જેવા નાટકો લખાયા.
આવું જ એક નાટક ગજેરા વિદ્યાભવન કતારગામના ધોરણ - 7ના વિદ્યાર્થીઓ એ ભજવ્યું હતું. નાટકનું નામ ‘જીવરામ ભટ્ટ’ છે. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ નાટકના સંવાદો ની ચોટદાર ભાવવાહી રજૂઆત કરી હતી. જેનાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો અને તેમનામાં રહેલ સ્ટેજ પર આવવાનો ભય પણ દૂર થયો. અન્ય વિદ્યાર્થીઓને પણ આ નાટક માણવાની ખૂબ જ મજા આવી.