top of page
  • Writer's picturegajeravidyabhavanguj

જીવનના સાચા પથદર્શક- ગુરુ


“ગુરૂ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,

બલિહારી ગુરૂ આપકી, ગોવિંદ દિયો બતાય”

ગુરૂ એટલે અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ.

ભારતવર્ષની પોતાની એક આગવી ઓળખ રહી છે. જેને કારણે પ્રાચીનકાળથી લઈને આજ સુધી ભારત વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આધ્યાત્મિક જ્ઞાનના વિસ્તાર હેતુ ગુરૂશિષ્ય પરંપરા પણ ભારતની એક વિશિષ્ટતા છે. આધ્યાત્મિક જ્ઞાનથી જ્યોતિ પ્રગટાવી રાખવામાં ગુરૂ-શિષ્ય પરંપરા વિશ્વ સમક્ષ એક શિક્ષક સમાન છે.

“ગુરૂ વિના નથી થતું જીવન સાકાર,

ગુરૂ જ છે, સફળ જીવનનો આધાર”

જગતમાં જનની, જનક અને ગુરૂનું ઋણ કદી ચુકવી શકાતું નથી. પૌરાણિક ઈતિહાસ મુજબ સૌ પ્રથમ ભગવાન વેદવ્યાસનું પૂજન નૈમિષ્યારણમાં વસતા સૌનિક ઋષિએ કર્યુ હતું. સૌનિક ઋષિએ વેદવ્યાસજીને ગુરુમાની તેમનું પૂજન કર્યુ તે દિવસ અષાઢી પુનમનો હતો. તેથી આ દિવસને ‘ગુરૂપૂર્ણિમા’ નું નામ મળ્યું અને આ મહાપર્વ આજદિન સુધી ઉજવાય છે.

“ધરતી કહતી અંબર કહતા બસ યહી તરાના,

ગુરૂ આપ કી વો પાવન નુર હૈ, જીસ સે રોશન હુઆ જમાના”

ગુરૂનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ છે. આપણા જીવનમાંથી ક્ષતિઓને દુર કરી ક્ષીરસાગરમાં પાર ઉતારે તેનું નામ ગુરૂ. બાળકના જીવનમાં પ્રથમ ગુરૂ તેની માતા હોય છે. જે તેને જીવનમાં વિવિધ સંસ્કાર આપી સાચા-ખોટાનો ભેદ સમજાવે છે.

પ્રાચીનકાળમાં કોઈશાળા કે કોલેજ ન હતા તે સમયે વિદ્યાર્થી (છાત્રો) ઋષિઓના આશ્રમમાં રહીને વિદ્યા ગ્રહણ કરતાં હતા. ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ એ પણ ગુરૂઆશ્રમમાં રહીને શિક્ષા મેળવી અને પોતાના જીવનને સાર્થક બનાવ્યું. આપણે પણ વિદ્યા જેવું અમુલ્ય ધન મેળવવા માટે હંમેશા એક સારા ગુરુની શોધ કરતાં આવ્યા છે. કારણકે એક ગુરૂ (શિક્ષક) જ આપણા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે.

“ગુરૂદેવ કી ચરનો કી ગર ધૂલ જો મિલ જાયે,

સચ કહેતા હું મેરી તકદીર બદલ જાયે”

બાળકને જન્મ આપનાર માં એ પ્રથમ ગુરૂ છે, તો તેના જીવનના બીજા ગુરૂ એ શિક્ષક છે. જે બાળકના જીવનની અક્ષમતા દુર કરીને જ્ઞાનનો દિપ પ્રગટાવે છે. તેના શૈક્ષણિક પથ પર દિવાદાંડી બની રાહ ચીંધવાનું કામ કરે છે.

ગુરૂપૂર્ણિમાના આ પાવનપર્વની ઉજવણી અમારા બાલભવનમાં કરવામાં આવી હતી. બાળકો ભારતીય પરંપરાથી માહિતગાર થાય અને ભારતીય સંસ્કૃતિને ઓળખે તે હેતુથી ‘શ્લોક સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બાળકોએ ભાગ લીધો હતો અને પરંપરાગત વસ્ત્રો પહેરીને શ્લોક પઠન કર્યા હતા.

ત્યારબાદ બાળકોને જીવનમાં ગુરૂ નું શું મહત્વ છે તેની સમજુતી આપી હતી. ગુરૂ-શિષ્ય પરંપરાની ઓળખ નાટ્યકૃતિ દ્વારા બાળકો દ્વારા જ આપવમાં આવી. બાળકોએ ખુબ જ સુંદર “ભારતીય નાટ્યમ” દ્વારા ગુરૂવંદના કરી અને ત્યારબાદ આચાર્યશ્રી, ઉપઆચાર્યશ્રી તેમજ તેમના વર્ગશિક્ષકનું પૂજન કર્યુ.


“સાત સમંદર કી સહી કરો, લેખન કરો વનરાઈ,

ધરતી સમ કાગજ કરો, પર ગુરૂ ગુણ લીખા ન જાય.”




620 views0 comments
bottom of page