gajeravidyabhavanguj
જીવનના મુલ્યો શીખવવા માટે વાર્તા એક શ્રેષ્ઠ માધ્યમ
Updated: Mar 24, 2022
વાર્તા એ રંગીન કલ્પના માં રાચવા માટે નો સરળ રસ્તોછે. વાર્તા એક અદ્ભુત રમ્ય અને સ્વર્ગીય દુનિયામાં દોરી જનાર દોસ્ત છે બાળકોને મન વાર્તા એ જીવનનો એક નવીન જ અનુભવ છે. વાર્તા દ્વારા શબ્દોની સૃષ્ટિને વારંવાર જોઈને તે આનંદ પામે છે. અને એ આનંદથી જીવન યાત્રામાં આગળ વધે છે. વાર્તા ના શબ્દો અને વાક્યો નો વૈભવ બાળકોને ભાષાકીય રીતે ખૂબ સમૃદ્ધ કરે છે.
વાર્તા એ માનવજીવનનો અજર અમર વારસો છે વાર્તાઓમાં માનવતા ના ભાવ અને પ્રકૃતિ પ્રેમ બંધાયેલા હોય છે. વાર્તાઓમાં વાર્તા રસ હોય અને સાથે સાથે જીવનમાં કંઈક ને કંઈક રહસ્ય એવી રીતે ગૂંથાયેલા હોય જે બાળકોને ન ખબર પડતાં પણ સમજાઈ જાય છે. વાર્તાઓ જીવનનું રહસ્ય બાળકો સમક્ષ પ્રગટ કરે છે વાર્તાઓમાં જ સ્વભાવ નું મુખ વર્ણન હોય છે. જેનાથી બાળકો વાર્તા દ્વારા સમાજ ને સારી રીતે ઓળખતા શીખે.
વાર્તા અબાલ-વૃદ્ધ સૌને ગમે છે. તેનાથી ઘણા બધા ઉદ્દેશ્ય સિદ્ધ થાય છે. વાર્તા દ્વારા ભાષાનો વિકાસ થાય છે. વાર્તા દ્વારા સંસ્કાર મળે છે. વાર્તા દ્વારા કલ્પના શક્તિ તર્કશક્તિ અનુમાન શક્તિ વધે છે અને બુદ્ધિશક્તિ વિકાસ થાય છે વાર્તા દ્વારા વ્યવહારુ જ્ઞાન પણ વધે છે.
આ હેતુને સિધ્ધ કરવા ગજેરા વિદ્યાભવન કતારગામ શાળામાં ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી વિષય માં બાળવાર્તાની પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ હોશથી ભાગ લઇ સુંદર મજાની વાર્તાઓ કહી સંભળાવી હતી. જેના બોધપાઠ દ્વારા વિદ્યાર્થીઓ જીવનના અમૂલ્ય પાઠ શીખે અને તેમની તર્ક શક્તિનો વિકાસ થાય.