gajeravidyabhavanguj
જીલ્લાકક્ષાની એથલેટીક્સ ટુર્નામેન્ટ.

તા.20/12/2022 નાં રોજ સુરત જીલ્લા એથલેટીક્સ એસોસિએશન ધ્વારા જીલ્લાકક્ષાએ એથલેટીક્સની સ્પર્ધા અને રાષ્ટ્રીય કક્ષાએ રમતવીરોની પસંદગી કરવા માટે બોટાવાલા ગ્રાઉન્ડ, રાંદેર સુરત ખાતે ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં શ્રીમતી એસ.એચ.ગજેરા મા. & ઉ.મા. શાળા ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં 80 મીટર દોડસ્પર્ધામાં ધો.10/B વર્ગનો લીંબાસીયા મંથને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. રાષ્ટ્રીયકક્ષાએ બિહાર પટનામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ઉપરાંત 80 મીટર દોડસ્પર્ધામાં ધો-11/A વર્ગનાં નવાપરા પુનિતે તૃતીયક્રમ પ્રાપ્ત કરેલ હતો. આ વિદ્યાર્થીઓને તાલીમ આપનાર શિક્ષક બ્રહ્મભટ્ટ કલ્પનાબેન તથા વોરા નિશાંતભાઈ અને તમામ રમતવીરોને શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી ગજેરા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં તથા આવનારી એથલેટીક્સ ટુર્નામેન્ટ માટે શુભકામના પાઠવવામાં આવી હતી.