gajeravidyabhavanguj
"જળ છે તો જીવન છે"
"જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે"
"વિશ્વ જળ દિવસ" 22મી માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જળ બધા જ સજીવો માટે જરૂરી છે. જળ વિના જીવન શક્ય નથી.
વિશ્વ જળ દિવસ ઊજવવાનીશા માટે જરૂર પડી ?કારણ કે આજે આપણે પૃથ્વી પર જોવા જઈએ તો એક અબજ કરતાં પણ વધારે મનુષ્યને પીવા માટેનું પાણી નથી મળતું. દિવસેને દિવસે પાણીની અછત વધતી જાય છે. જેમાં વસ્તી વધારો, પ્રદૂષણ, ઔદ્યોગિક વિકાસ, વગેરે પરિબળો અસર કરતાં હોય છે.લોકોને પાણી નું મુલ્ય સમજાય અને પાણી વિહોણા લોકો સુધી પાણી પહોચાડી શકાય તે માટે 2005માં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં ૨૦૦૫થી ૨૦૧૫ નો સમયગાળો નક્કી કરવામાં આવ્યો. આ સમયગાળાનો મુખ્ય હેતુ એ હતો કે, જીવન માટે પાણી જરૂરી છે, આ દસ વરસના દાયકામાં જે લોકો શુદ્ધ પાણી થી વંચિત રહી જાય છે તેમની સંખ્યા ઓછી કરવાનો અને પાણીનું શુદ્ધિકરણ તરફ ધ્યાન આપવાનો પ્રયાસ હતો. આ પ્રયાસ અંતર્ગત દર વર્ષે આપણે 22મી માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવીએ છે.
પાણીનો જથ્થો તો અચળ છે.પરંતુ દિવસે ને દિવસે શુદ્ધ પાણીમાં સતત ઘટાડો થતો જાય છે માટે કેટલાક અંશે આપણે પોતે પણ જવાબદાર છીએ. આજના આ વિશ્વ જળ દિવસ નિમિત્તે આપણા તરફથી શું યોગદાન હોય શકે? સૌ પ્રથમ તો આપણે જુદા જુદા ચાર્ટ બનાવી લોકોને પાણીનું મહત્ત્વ સમજાવીએ. તેમજ પાણી બચાવવાનો આપણે એક કાર્યક્રમ પણ યોજી શકીએ . બીજું કે લોકોમાં જાગૃતિ આવે તે માટે નળ ચાલુ હોય ,ટપકતા હોય અથવા તો પાઇપ લાઇન તૂટવાથી પાણી વહેતું હોય ત્યારે પાણીનો જે વ્યય થાય છે. તેને અટકાવવા કયા કયા પગલાં લઇ શકાય તેવી માહિતી ગજેરા વિદ્યાભવન માં વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓને આપી હતી. આ વિશ્વ જળ દિવસ અંતર્ગત ગજેરા વિદ્યાભવનના ધોરણ 7 ના વિદ્યાર્થીઓએ સરસ મજાના સ્લોગન લખી ચાર્ટ બનાવીને લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ કાર્યક્રમ માં શાળાના આચાર્યાશ્રી એ પાણી બચાવવા માટેના પોતાના વિચારો રજૂ કાર્ય હતા.
"Save every drop of water"