gajeravidyabhavanguj
“જન જન કી ભાષા હૈ હિન્દી,ભારત કી આશા હૈ હિન્દી”

જેમ દરેક માઈલે પાણીનો સ્વાદ બદલાય છે, તેવી જ રીતે દર ચાર માઈલે ભાષા પણ બદલાતી હોય છે. એક પ્રચલિત ગુજરાતી કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય. કંઈક આવી જ વિશિષ્ટ લાક્ષણીકતા ભારત ની ભાષા છે અને તે ભારત દેશની ધરતી આ ઉદાહરણ પુરું પાડે છે.
"મે ભારત કી બેટી આપકી અપની હિન્દી હું"
હિન્દી શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયો એ એક સૌના મનમાં ઉદ્ભવતો સામાન્ય પ્રશ્ન હશે. તે નીચે મુજબ જાણી શકાય છે. હિન્દી શબ્દનો ઉદ્ભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લીમ દેશો ભારત માટે પ્રયોજાતો શબ્દ હતો. હિંદુ શબ્દ પણ આ રીતે જ આવેલો છે. હિંદ અને હિન્દુ તે સંસ્કૃત શબ્દ સિંદઉ નો અર્પભ્રંશ છે. હિન્દી ભાષા મુખ્યત : સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે.

ભારત દેશ જયારે આઝાદ થયો ત્યારબાદ સૌથી મોટો પ્રશ્ન ભાષાને લઈને હતો. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે. આવામાં કોઈ એક ભાષાને ભારતની રાજભાષા તરીકે પસંદ કરવી એ બંધારણના ઘડવૈયાઓ માટે મોટો પ્રશ્ન હતો. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણની રચના થઈ. તેની સ્થાપના થઈ. તેમાં પણ પ્રશ્ન હતો કે રાજભાષા તરીકે કઈ ભાષાની પસંદગી કરવી. વિચાર વિમર્શ કર્યાબાદ નક્કી કરવામાં આવ્યું કે હિન્દી અને અંગ્રેજીને નવા રાષ્ટ્રની ભાષા તરીકે પસંદ કરાઈ. બંધારણ સભાએ દેવનાગરી લિપીમાં લખાયેલી હિન્દી ને અંગ્રેજોની સાથેથી રાષ્ટ્રની અધિકૃત ભાષા તરીકે સ્વીકારી. પરંતુ ત્યારબાદ ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભાએ એકમતથી નિણર્ય લીધો કે હિન્દી જ ભારતની રાજભાષા હશે. ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી એ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા માટે પહેલ કરી હતી. ગાંધીજી એ હિન્દીને જનમાનસની ભાષા ગણાવી હતી.
“હિન્દુસ્તાન કી હૈ શાન હિન્દી,
હર હિન્દુસ્તાની કી હૈ પહચાન હિન્દી ,
એકતા કી અનુપમ પરંપરા હૈ હિન્દી,
હર દિલ કા અરમાન હૈ હિન્દી.”

જયારે હિન્દી ભાષા દેશની રાષ્ટ્રભાષા તરીકે પસંદ થઈ તે સમયે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ હતા અને તેમણે કહ્યું હતુ આ દિવસના મહત્વને જોતા દર વર્ષે ૧૪ સપ્ટેમ્બર ના રોજ હિન્દી દિવસ તરીકે ઉજવણી થાય. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૧૪ સપ્ટેમ્બર ના રોજ આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વની ત્રીજી સૌથી મોટી ભાષા હોવા છતાં હિન્દી હજુ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભાષા તરીકે સામેલ નથી. હિન્દી પાસે ભાષાકીય ક્ષમતા એટલી વધારે છે કે એ સરળતાથી વિશ્વભાષા બની શકે છે. વિશ્વના કેટલાક તાકાતવર દેશોએ અંગ્રેજીના ભાષાની પ્રચાર કમાન સંભાળી રાખી છે. આ દેશો સતત અંગ્રેજી ભાષાનો વિશ્વની શ્રેષ્ટ ભાષા પ્રસ્થાપિત કરવામાં પ્રયત્નશીલ છે.
"પ્યાર મોહબ્બત ભરા હેં જિસમે,
જિસસે જુડી હર આશા હેં,
મિસરી સે ભી મીઠી હેં જો,
વો હમારી હિન્દી ભાષા હેં."
જો આપણે આજે ભાષાને લઈને સતર્કતા ન વર્તીશુ તો એ દિવસ દૂર નથી કે જયારે હિન્દી ભાષા આપણા વચ્ચેથી બિલકુલ ગાયબ થઈ જશે. જો આપણે હિન્દી ભાષાના મહત્વને જાળવી રાખવું હોય તો તેના પ્રચાર અને પ્રસારને વધારવું પડશે. તેથી જ અમારા બાલભવનમાં વર્ચ્ચુઅલ વર્ગમાં શિક્ષક દ્વારા હિન્દી ભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ બાળકોએ પણ હિન્દી ભાષામાં કવિતાનું પઠન કરી વિડીયો મોકલાવ્યા હતા.