top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ચાલો, સાથે મળીને કરીએ બાળકનું ઘડતર- PEM

"મોટા મોટા કેળવણીકારો કે શિક્ષણ વેદોએ કહ્યું છે કે,

બાળકની પ્રથમ શાળા કે શિક્ષક માતા-પિતા પોતે જ છે"

બાળકને નાનપણથી જ યોગ્ય માર્ગદર્શન, સંસ્કાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસ તેમજ ઉત્થાન માટે અત્યંત જરૂરી છે. ભારતનો ભાવિ નાગરિક વિશ્વની પ્રગતિ સાથે કદમ રાખે એવો ઓજસ્વી અને તેજસ્વી બને, રાષ્ટ્રનો પાકો ઘડવૈયા બને એ જ શિક્ષણનો મુખ્ય હેતુ છે.

બાળક શાળામાં પ્રવેશ કરે છે તે બાળકનો બીજો જન્મ છે. તેનાથી શિક્ષણ જગત સાથે તેનો પવિત્ર સંબંધ બંધાય છે. શિક્ષક નવપલ્લિત બાળજીવનનો સર્જનહાર અને પાલનહાર છે. બાળકને ઘડનાર શિક્ષક પ્રેમભાવવાળો, દીર્ધદ્રષ્ટિવાળો, નમ્ર, જ્ઞાનકોષનો ભંડાર છે.

આજની શિક્ષણ વ્યવસ્થા પણ બદલાઈ ચુકી છે એટલે સંતાનની ઉજ્જવળ કારકિર્દીનું ધ્યેય ધરાવતા પ્રત્યેક વાલી બાળકોના ભણતરમાં સહભાગી બને એ ખુબ જરૂરી છે. સંતાનોના અભ્યાસક્રમ તથા શાળામાં ચાલતી ઈત્તરપ્રવૃત્તિ વિશે મમ્મી-પપ્પાએ પણ માહિતી રાખવી જોઈએ અને તે સબંધિત કોઈ સમસ્યા હોય તો શિક્ષક સાથે છુટથી ચર્ચા પણ કરવી જોઈએ. જેથી બાળકનો આંતરિક અને બાહ્ય વિકાસ ઝડપથી થાય છે.

કોઈપણ બાળકની શૈક્ષણિક સફળતા કોઈ એક વ્યક્તિના કે માત્ર બાળકના પ્રયત્નનું પરિણામ નથી તે માતા-પિતા, શિક્ષકો, શાળા અને પરિવાર એમ દરેકના સહિયારા પ્રયત્નનું પરિણામ હોય છે. માતા-પિતાએ બાળકના શૈક્ષણિક વાતાવરણ પ્રત્યે સજાગ રહે તે ખુબ જરૂરી છે.

બાળકના અભ્યાસને લગતી યોગ્ય માહિતી અને આવનારા માસનું આયોજન વાલીશ્રીને મળી રહે તે હેતુથી આજરોજ અમારી શાળામાં વાલીમિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

“વાલીમિટીંગ એટલે વાલી, બાળક અને શિક્ષક વચ્ચેનો સબંધસેતુ”


187 views0 comments
bottom of page