top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ચાલો સહભાગી બનીએ સંતાનોના ભણતરમાં

‘માતા-પિતા પોતાના બાળકને જે આપવાનું ચુકી જાય છે. તે પછીથી સમગ્ર વિશ્વ મળીને પણ આપી શકતું નથી.’

કારણકે, માતા-પિતાએ બાળકના વિકાસનું તેના ઘડતરનું મૂળ છે. પ્રત્યેક વાલી પોતાના બાળકને વધુને વધુ શ્રેષ્ઠ અને સક્ષમ બનાવવા પ્રયત્નશીલ હોય છે.

આજે બાળકોનું ભણતર માતા-પિતા માટે કસોટીરૂપ થઇ રહ્યું છે. એક સમયે પોતાના સંતાનો કયા ધોરણમાં ભણે છે કે બાળકોની પરિક્ષાનું ટેન્શન પણ માતા-પિતા પર જોવા મળતું ન હોતું. પરંતુ આજે તો પરિસ્થિતિમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. આજની શિક્ષણ વ્યવસ્થા પણ બદલાઈ ચુકી છે. એટલે સંતાનની ઉજ્જવળ કારકિર્દીનું ધ્યેય ધરાવતા પ્રત્યેક વાલી બાળકોના ભણતર માં રસ લે છે. આધુનિક શિક્ષણકાર્ય ફક્ત શાળા કે શિક્ષકો પુરતું માર્યાદિત રહ્યું નથી. પરંતુ તેમાં વાલીએ પણ મહત્વનો ભાગ ભજવવો પડશે. બાળકના શાળા પ્રવેશથી લઈને, તમારું

બાળક શાળામાં અવ્વલ રહે, સાંજના પોતાનું હોમવર્ક કરે તથા તમામ સામાન્ય જાણકારીથી વાલીઓ સંકળાયેલા હોય તે જરૂરી બની ગયું છે. શાળાના સંચાલકો પણ આ પ્રકારના એક્ટીવ પેરેન્ટ્સને આવકારે છે. બાળકના ભણતરમાં રસ ધરાવતા વાલીઓ સાથે શિક્ષકો પણ આત્મીયતાથી વાત કરે છે. તેઓ જાણે છે કે બાળકોની સંભાળ રાખતા અને તેમની પ્રત્યેક બાબત પ્રત્યે જાગૃત રહેતા વાલીઓજ તેના ભણતર પ્રત્યે ગંભીર વલણ ધરાવે છે.

સંતાનો શાળામાં કેવો અભ્યાસ કરે છે, કઈ એક્ટીવીટીમાં વધુ રસ ધરાવે છે તે જાણવા માટે શાળાની વાલીમીટીંગમાં હાજરી આપવી જોઈએ. જેથી શિક્ષકો સાથે મુક્ત મને ચર્ચા કરી શકાય. ક્યારેક ઘરના વાતાવરણ કે સંજોગોની પણ બાળમાનસ પર વિપરીત અસર પડતી હોય છે. એટલે જો એવી કોઈ તફ્લીક હોય તો તે બદલ પણ શિક્ષક સાથે છુટથી વાતચીત કરવી. માતા-પિતા બંને નોકરિયાત કે પ્રોફેશનલ હોય

તો તેમણે બાળકના ઉછેર અને શિક્ષણ માટે જરૂરી સમય આપવો જોઈએ. પૈસા ખર્ચી મોંઘુ ટયુશન રખાવી દેવાથી બાળકની ભણતર સબંધિત સમસ્યાઓ દુર થતી નથી વાલીઓએ કારકિર્દી અને પરિવાર વચ્ચે સંતુલન રાખવું જોઈએ.

છેવટે, તમે ખીલવેલા માસુમ પુષ્પના માળી તમે જ છો તે વાત કદાપિ ન વિસરવી જોઈએ.

249 views0 comments

Recent Posts

See All
bottom of page