top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ચાલો બાળપ્રતિભાને ઉજાગર કરીએ...

“ખીલતા પુષ્પોનું ઘડતર”

ઈશ્વર જ્યારે બાળકનું સર્જન કરે છે ત્યારે દરેક બાળકને એક આગવી કલા કે પ્રતિભા સાથે પૃથ્વી પર અવતરણ આપે છે. કોઈ પણ બાળકનું વ્યક્તિત્વ એ કુદરતનું એક અનન્ય સર્જન છે તેથી બાળકના વ્યક્તિત્વને વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથે વિકસાવવાની તક આપવી જોઈએ.

વર્તમાન સમયમાં ભણતરની સાથે બાળકના ઘડતરમાં એટલે કે એના સર્વાગી વિકાસ પ્રત્યે લક્ષ્ય આપવું ખૂબ જ જરૂરી છે. મકાનના પાયાના ચણતર વખતે સિમેન્ટની માત્રા યોગ્ય હશે તો જ એ વધુ વર્ષો સુધી વિપરીત સંજોગોમાં પણ ટકી શકશે. તેવી રીતે બાળકમાં રહેલી શક્તિઓ ને

ઓળખી, જાણી અને એને બહાર લાવવાની તક આપવામાં આવે તો જ તેનો સર્વાગી વિકાસ થઈ શકશે. દરેક બાળકમાં ભગવાને કંઈકને કંઈક વિશિષ્ટ શક્તિ આપી હોય છે એને ઓળખીને તેને યોગ્ય દિશા આપવી અને બહાર લાવી વિકસાવવી એ આપણી જવાબદારી છે.

બાળકો આપણો અમૂલ્ય વારસો આપણી પ્રાચીન સંસ્કૃતિને જાળવી તેનું જતન કરે અને એને આગળ ધપાવે. વર્તમાન સમયમાં બાળકમાં સાદગી સમૂહ ભાવના જેવા આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા ગુણો ખીલવવા પણ ખૂબ જ જરૂરી છે. જેમ ફૂલને ખીલવા માટે યોગ્ય જમીન વાતાવરણ ખાતર જરૂરી છે, તેવી જ રીતે બાળકના સર્વાગી વિકાસ માટે શાળા થકી થતી પ્રવૃત્તિઓનું પણ એટલું જ મહત્વ છે પ્રવૃત્તિઓ થકી જ બાળકમાં અનેક ગુણો સંસ્કારોનું જાણે-અજાણે સિંચન થાય છે.

જીવન ઉર્જાનું મહાસાગર છે, જ્યારે અંતરચેતના જાગૃત થાય છે. ત્યારે ઉર્જા જીવનને કળાના રૂપમાં ઉપસાવે છે. કલા જીવનને “સત્યમ શિવમ સુન્દરમ્” થી સંભવિત કરે છે તેના દ્વારા જ આત્માનો સત્યસ્વરૂપ ઝળકે છે.

“કલા વો ક્ષિતિજ હૈ, જીસકા કોઈ અંત નહી.”

બાળકમાં રહેલી આ કલા અને પ્રતિભાને જાણી અને તેને આત્મવિશ્વાસથી મંચસ્થ કરી શકાય એ માટે ગજેરા પરિવાર દ્વારા આજરોજ સુનિતાસ મેકર્સસ્પેસ અંતર્ગત જુદા જુદા ક્લબની શરૂઆત કરવામાં આવી. આજ રોજ તેની ઓનલાઈન ઓપનિંગ સેરેમની કરવામાં આવી હતી. જેથી બાળક પોતાના મનપસંદ માં જોડાઈ શકે.

આજે 3 જુલાઈ એટલે પ્લાસ્ટિક ફ્રી દિવસ

આજરોજ બાળકોને પ્લાસ્ટિકથી થતા નુકશાન વિશે સમજ આપી અને શપથ લેવડાવ્યા કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું બંધ કરીશું, કપડાની થેલી કે પેપર બેગ નો ઉપયોગ કરશું અને one time use પ્લાસ્ટિકનો ઉપયોગ કરશું નહીં.

“પ્લાસ્ટિક હટાવો દેશ બચાવો”

ડાન્સ ક્લબ

શરીર ના અંગમરોડ દ્વારા વ્યક્ત થતી લાગણી એટલે નૃત્ય આજના બાળકોને સૌથી પ્રિય એક્ટીવીટી એટલે ડાન્સ.

ડ્રામા ક્લબ

કલાકારના હાવભાવ અને શબ્દોના ઉચ્ચારથી અભિનયની કલા દ્વારા બાળકને કોઈ પણ બાબત સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે.

ભાષા ક્લબ

ભાષા એ બાળ જીવનનું અભિન્ન અંગ છે. ભાષાના ઉપયોગથી વિચારોની આપ-લે વધુ સરળ બને છે. ભાષા દ્વારા બાળકનો શબ્દ ભંડોળ વધે છે.

સાયન્સ ક્લબ

આજનો યુગ કમ્પ્યુટર અને ટેક્નોલોજીનો યુગ છે. તેથી બાળક પણ સમયની સાથે કદમ મિલાવીને ચાલતાં શીખે એ માટે સાયન્સ દ્વારા વિવિધ પ્રયોગ શીખવવામાં આવશે.

સ્પોર્ટ્સ ક્લબ

રમત ગમત નું જીવનમાં ખૂબ જ મહત્વ છે. તેમાંથી ઘણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય લાભ મળે છે. બાળકના સર્વાગી વિકાસ માટે રમત ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

ગણિત ક્લબ

ગણિત એટલે અંકોની રમત. જીવનમાં ગણિતનો ઉપયોગ આવશ્યક છે અને તે વિશ્વભરમાં ઉપયોગમાં લેવાય છે. બાળક સરળતાથી ગણિત શીખી શકે એ માટે વિવિધ એક્ટિવિટી દ્વારા બાળકોને સરળતાથી ગણિત શીખવવામાં આવે છે.

સંગીત ક્લબ

“સંગીત એટલે ધ્વનિ” સંગીત એ દરેકના જીવનમાં અમૃતધારા સમાન છે. જ્યાં જીવન છે, ત્યાં સંગીત છે. અબાલ, વૃદ્ધ સૌને સંગીત પ્રિય છે. ક્લબ દ્વારા બાળકને સંગીત અને તેના સાધનોથી પરિચિત કરવામાં આવે છે.

નેચર ક્લબ

પ્રકૃતિના સાનિધ્યમાં માનવીનું મન પ્રફુલ્લિત થઇ જાય છે. કુદરતી સંસાધન જોવી, જાણવી અને માણવી દરેક બાળકને ગમે છે. બાળક પ્રકૃતિને વધારે નજીકથી જોઈ શકે અને માણી શકે તે માટેની ચળવળમાં વિવિધ એક્ટિવિટી દ્વારા બાળકને કુદરતની સમીપે લઈ જવામાં આવે છે.

આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લબ

બાળક પોતાની સ્વપ્નની દુનિયા કાગળ પર ઉતારતા શીખે જ્યારે ક્રાફ્ટ દ્વારા બાળક નવી નવી વસ્તુઓ બનાવતા અને ઉપયોગમાં લેતા શીખે છે.

આમ જુદા-જુદા ક્લબમાં કરવામાં આવતી એક્ટિવિટી નો બાળકોને પરિચય કરાવવામાં આવ્યો હતો.


176 views0 comments
bottom of page