top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ચાલો, વિશ્વ ધરોહરનું સંરક્ષણ કરીએ...

"વિરાસત મે આઝાદી પાઈ, ધરોહર કી સૌગાત-સર્જાઈ,

ગૌરવ સે મસ્તક ઊંચા કરતી, ઈતિહાસ કી વો ઝલક દેખીએ"

વિશ્વની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરને જીવંત રાખવા માટે યુનેસ્કો દ્વારા દર વર્ષે ૧૮ એપ્રિલના રોજ “વર્લ્ડ હેરિટેજ ડે” ઉજવવામાં આવે છે

આ દિવસની ઉજવણી કરવાનું કારણ એ પણ છે કે તેના માધ્યમથી લોકોને ઐતિહાસિક સ્થળો ના મહત્વ વિશે જાણકારી મળી શકે. પૃથ્વી પર કેટલાક એવા બાંધકામો છે, જેના માટે ખરેખર અભૂતપૂર્વ શબ્દ વાપરી શકાય એમ છે અને આવતીકાલની પેઢી ને ખબર પડે કે ગઈકાલ ની પેઢી શું કરી ગઈ છે આ દિવસની ઉજવણી સાથે લોકો સુધી સંદેશ પહોંચે છે, કે આપણી ઐતિહાસિક ધરોહરો ની સંભાળ રાખવાની પણ જરૂર છે.

આ ઐતિહાસિક સ્થળોનું આંતરરાષ્ટ્રીય મહત્વ પણ હોય છે, કોઈ સ્થાન વિશે યુનેસ્કો માને છે કે માનવ સંસ્કૃતિ માટે તે જરૂરી છે અને તે સ્થાનનું સાંસ્કૃતિક અને ભૌતિક મહત્વ છે તો તેને વિશ્વ ધરોહર તરીકે માન્યતા મળે છે.

18 એપ્રિલેને ‘વર્લ્ડ હેરિટેજ ડે’ તરીકે ઉજવવાની શરૂઆત ૧૯૮૨ થી થઈ આ પ્રસ્તાવને નવેમ્બર ૧૯૮૩માં યુનેસ્કો એ માન્યતા આપી અને ત્યારબાદ દર વર્ષે ૧૮ એપ્રિલના રોજ આ દિવસ ઉજવાય છે.

યુનેસ્કોની યાદીમાં ખાસ સ્થળ જેવાકે વનક્ષેત્ર, પર્વત, તળાવ, સ્મારક, ભવન કે શહેરોનો સમાવેશ થાય છે.

કોઈ સ્થળને હેરિટેજનો દરજ્જો મળે એટલે નિયમ પ્રમાણે તેનો એક પણ પથ્થર સરકારી રજા વગર ખસેડી શકાય નહીં તેમજ તેની આસપાસ બાંધકામ થઈ શકે નહીં જેથી હજારો વર્ષોથી જળવાઈ રહેલા અનેક બાંધકામોને માનવીય પ્રવૃત્તિ ધ્વસ્ત કરી શકે નહીં.

આગ્રાના તાજમહેલને ધ્યાનથી જોઈએ તો લાગે કે આવું ભવ્ય બાંધકામ કઈ રીતે થયું હશે? હવે તો આવું બાંધકામ શક્ય જ નથી એ જમાનામાં સ્થપતિઓ. રાજકર્તા કેટલું દુર નું વિચારી શકતા હતા. આજના બાંધકામો તો બાર-પંદર વર્ષ પણ ટકતો નથી ગમે તેવી આધુનિક ટેકનોલોજી છતાં પુરાતનકાળમાં બંધાયેલા બાંધકામો જેવું એક પણ બાંધકામ આધુનિક યુગમાં થઈ શકતું નથી જેના કારણે સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળે છે અને લોકો ને રોજીરોટી મળે છે.

‘હર કદમ વાસ્તુકલા કા, એક અદ્રીત્ય અનુભવ’

તો પછી આવા બાંધકામો સદીઓ સુધી સચવાઈ રહે એ માટે શું કરવું?

આપણી પ્રજા જુનવાણી બાંધકામો પર પોતાના નામ લખવા થી લઈ પથ્થરોમાં ટોચા કરવા સુધીની નુકસાનકારક પ્રવૃત્તિ કરતી રહે છે. પાન-માવા ખાઈને પિચકારી મારવી એ તો આજે સામાન્ય છે. આ પ્રવૃત્તિઓ અટકે નહીં તો ભારતની કોઈ સાઈટના વારસાઈ દરજ્જો રદ કરીને ભારત ની આબરૂ કરતા યુનેસ્કોને વાર નહીં લાગે.

અલબત્ત, કુદરતી નુકસાન તો રોકી શકાતું નથી પરંતુ આપણી આસપાસ ફેલાયેલા આવા ઐતિહાસિક બાંધકામોને આપણે નુકસાન ન કરીએ તો ઘણું કામ થયેલું ગણાશે. આ એવા સ્થળો છે, જ્યાં આવતીકાલની પેઢીને કહેશે કે ગઈકાલ ની પેઢી શું કરીને ગઈ છે!


આજરોજ અમારા બાલભવનમાં પણ વર્ચ્યુઅલ રીતે ઓનલાઈન વર્ગો દ્વારા બાળકોને આ વિશ્વ ધરોવરની ઝાંખી વિડીયો દ્વારા બતાવવામાં આવી અને તે વિશે સમજ આપવામાં આવી હતી.495 views0 comments
bottom of page