top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ચાલો, કંડારીએ કેળવણીની કેડી


શાળા એ બાળકના જીવન ઘડતરનું જીવતું જાગતું માનવમંદિર છે. મંદિરોમાં માટી, કાષ્ટ, પથ્થર, ધાતુની મૂર્તિઓ હોય છે. પણ અહીંતો સજીવ બાલમૂર્તિઓ છે. જ્યાં તેમને સભ્યતા, વિનય, વિવેક, સંસ્કાર અને ગુણવત્તાભર્યા શિક્ષણથી સિંચન કરવામાં આવે છે.

વિદ્યાર્થીના સર્વાગી વિકાસમાં શાળાના વર્ગખંડમાં જ થતું શિક્ષણ માત્ર પુરતું નથી સહ અભ્યાસ કે પુરક અભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીનું ઘડતર સારી રીતે થાય છે. શાળાએ વિદ્યાર્થી જીવનના સર્વાગી ભાવિ માટેનો ઉન્નતિ પથ છે. બાળપણ એ જીવન-ઘડતરનો અંત્યત નાજુક અને અગત્યનો તબક્કો હોય છે. આ ઉંમરે મનમાં રોપતા વિચારરૂપી બીજ સમય વીતતા વૃક્ષ સ્વરૂપે વિકસતા હોય છે.

નાનપણમાં રોપવામાં આવેલા આધ્યાત્મિક વિચારો, સાંસ્કૃતિક ઉન્મેષો જેવા મુલ્યલક્ષી ગુણોનું શિક્ષણ વ્યક્તિને યુવાનવયે ઉપયોગી બને છે. આ ઉંમરે નિર્ભયતા, આત્મવિશ્વાસ, સાહસિકતાના બીજ બાળકના ઉત્તમ ઘડતર માટે રોપવા જોઈએ. આ જવાબદારી વાલી, શિક્ષક અને શાળાની સહભાગીથી જ પૂર્ણ થઈ શકે.

બાળકમાં રહેલી કલ્પનાશક્તિ અને સર્જ્નાત્મક શક્તિને ઉજાગર કરવા તેમજ બાળકોમાં રહેલી પ્રતિભાને નિખારવા માટે અને બાળકના આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે ગજેરા વિદ્યાભવનમાં ‘મેકર્સ ડે’નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ‘મધર નેચર થીમ’ ના શીર્ષક હેઠળ વિવિધ સ્પર્ધાઓ અને એક્ટીવીટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે વાલીશ્રીને સવિસ્તૃત સમજુતી મળે રહે તે માટે આજરોજ વાલીમિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ વાલીશ્રીઓએ ખુબ જ ઉત્સુકતા દર્શાવી હતી.

142 views0 comments
bottom of page