gajeravidyabhavanguj
ચિત્ર સ્પર્ધા
5મી જુલાઈ એટલે કે શાળાના ટ્રસ્ટીશ્રી ચૂનીભાઈ ગજેરાનો જન્મદિવસ તે નિમિત્તે શાળામાં સ્ટુડન્ટ-ડે રાખવામાં આવ્યો હતો. અને આ સ્ટુડન્ટ ડે નિમિત્તે ધો-5 થી 7 ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર-સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 120 જેટલા વિદ્યાર્થીઓએ (બાલકલાકાર) ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ ચિત્ર સ્પર્ધામાં નેચર વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો ચિત્ર દ્વારા ખુબ સરસ રજૂ કર્યા હતા.

સંસ્કૃતિ આપણી જીવનશૈલી નું દર્પણ છે.કલા સંસ્કૃતિનું એક અનોખું અંગ છે. માનવ સંસ્કૃતિ આરંભમાં ધર્મ પ્રધાન હતી કલા અને સંસ્કૃતિના સમયથી માનવજીવન સુખમય બની શકે છે.કલા શબ્દ એ સંસ્કૃત શબ્દ કલ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ જાણવું,પામવું કે કેળવું એવો થાય છે. અંગ્રેજી શબ્દ 'ART'(આર્ટ)નો મૂળ લેટિન શબ્દ ARS છે.ચિત્તને રંજન આપે તે ચિત્રકલા,ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ કે ચિત્રકાર ના ચિત્ર સર્જનમાં રેખા અને રંગનું મહત્ત્વ સમજાવે છે.
કલાનો ધ્યેય પ્રકૃતિના જડ અને ચેતન તત્વો નું અનુકરણ કરી માનવીના હદયની ઉર્મિઓને જાગ્રત અને અભિવ્યક્ત કરવાનો છે. કલા અને સૌંદર્ય ભિન્ન હોવા છતાં એકાકાર થયેલા છે.કલા નો મુખ્ય હેતુ સૌંદર્ય-નિર્માણ દ્વારા અલૌકિક અને ભાવાત્મક આનંદ આપવાનો છે.કલાકાર અને કલાનો આસ્વાદ લેનાર બંનેને કલા આનંદ આપે છે.
પોતાના મૌલિક વિચારો અભિવ્યક્ત કરી બાળક ચિત્ર ના માધ્યમથી સર્જનનો આનંદ લે છે. સાથે-સાથે માનસિક રીતે ઘડાય છે.આજના યાત્રિક જીવનમાં બાળકલાકારને કલાના શિક્ષણથી પરીઓની પાંખ મળે છે.
ગજેરા વિદ્યાભવન તરફથી ભાગ લીધેલ વિદ્યાર્થીઓ ને ખુબ ખુબ શુભેચ્છાઓ...