gajeravidyabhavanguj
“ગોલ સેટીંગ અને કરિયર પ્લાનીંગ-વેબિનાર”
Updated: Dec 22, 2020


ગજેરા વિદ્યાભવન કતારગામના ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓ માટે એક “ગોલ સેટીંગ અને કરિયર પ્લાનિંગ” વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે મીસીસ સલોની વસા ઉપસ્થિત રહયા હતાંઅને બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે જ્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના માત્ર પરીક્ષાલક્ષી અભિગમની જગ્યાએ કૌશલ્યયુક્ત શિક્ષણ આપવાની હિમાયત કરી છે.

આ વિષયને ધ્યાનમાં રાખીને શાળામાં બાળકોને જુદા-જુદા પ્રકારની ક્લબ એક્ટીવીટી કરવામાં આવે છે તેના આધારે કેવી રીતે બાળકો પોતાનું કૌશલ્ય વિકસાવી શકે તેનાં પર ખૂબ જ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. તે ઉપરાંત બાળકોને આત્યારથી જીવનનું લક્ષ્ય કેવી રીતે નક્કી કરી શકાય તથા જે લક્ષ્ય નક્કી કર્યું છે ત્યાં સુધી કેવી રીતે પહોચી શકાય. તેના વિશેનું પણ માર્ગદર્શન ખૂબ જ ઊંડાણપૂર્વક પૂરું પાડ્યું હતું. તે ઉપરાંત આજે બાળકોને શેમાં પોતાનું કરિયર બનાવવું તેના વિશે કોઈ માર્ગદર્શન મળતું નથી હોતું તેથી બાળકો પોતાની જાતે અથવા મિત્ર મંડળે જે નક્કી કર્યું હોય તે પ્રમાણે જ પોતાનું કરિયર નક્કી કરતાં હોય છે. આવા પ્રકારની મુંજવણને નિવારવા માટે કેવી રીતે કરિયરની પસંદગી કરી શકાય, કઈ ફિલ્ડમાં કેવા પ્રકારની તક છે તથા કઈ રીતે અભ્યાસ કરવાથી પોતાનું કરિયર બ્રાઈટ બનાવી શક્ય વગેરે જેવી ઊંડાણપૂર્વકની સમજ બાળકોને આપવામાં આવી હતી આ કાર્યક્રમના અંત ભાગમાં બાળકો સાથે પ્રશ્નોતરી કરવામાં આવી હતી જેમાં આ વિષયને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રશ્નોનું નિરાકરનિરાકરણ પણ કરવામાં આવ્યું હતું. આમ, આજે જ્યારે શાળાઓ પ્રત્યક્ષ શિક્ષણ શક્ય નથી ત્યારે વેબિનાર દ્વારા પણ વિદ્યાર્થીઓને સલાહ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યા છે જેથી બાળકો ને યોગ્ય દિશા મળી રહે અને પોતાની જોઈતી સફળતા પ્રાપ્ત કરી શકે.