gajeravidyabhavanguj
ગુરૂ સન્માન સમારોહ
जो बनाए हमें इंसान,
और दे,
सही गलत की पहचान,
देश के उन निर्माताओं को,
करते हैं हम शत शत प्रणाम ।

અષાઢ સુદ પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુપૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણદેવરાય વ્યાસજીનો જન્મ દિવસ. તેઓ સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા. તેમણે અઢાર પુરાણો અને ચાર વેદની રચના પણ કરી હતી અને તેમનીયાદમાં પવિત્ર દિવસ એટલે કે અષાઢ સુદ ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે. પ્રાચીન કાળમાં શિક્ષણ નિઃશુલ્ક હતું એ સમયમાં ગુરુ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરુ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસપૂર્ણિમા એ પોતાના યથાશક્તિ દાન-દક્ષિણા આપી ઋણ ચૂકવવા નો અથાગ પ્રયાસ કરતા હતા. જેના વિશે લખવા માટે દરિયાની શાહી પણ ઓછી પડે અને વૃક્ષોની કલમ બનાવીએ તો પણ તેમના વિશે ન લખી શકાય અને જેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાનને પણ ભૂલોક પર જન્મ લેવો પડે એટલે ગુરુ .
આપણી શાળા ગજેરા વિદ્યાભવન માં પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમામ ગુરુઓ નો સન્માન સમારંભ યોજાયો હતો. આ પાવન પ્રસંગે સંસ્થાના આદરણીય અને મોભી એવા ટ્રસ્ટીશ્રી ચૂનીભાઈ ગજેરા, શાળાના તમામ શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડનાર પથદશર્ક એવા તમામ વિભાગના આચાર્ય શ્રી ઉપાચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
गुरु गोविंद दोनों खड़े, काको लागू पाय।
बलिहारी गुरु आपकी,जिन्हें गोविंद दियो बताए।
ગુરુ એટલે જ્ઞાન નો દરિયો તે સ્થાયી રહીને તે વિદ્યાર્થીઓ અને શિષ્યોને વિદેશમાં સિદ્ધિ પામેલા જુએ છે આમ ગુરુ કે શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદા રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે શિષ્યો કે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે સાચી કેળવણી અને માર્ગદર્શન આપે છે ગુરુ એક એવી ધરા છે કે જે બાળકને સાચું-ખોટુ અને સારા -નરસા ની ઓળખ આપે છે. તે પોતાના પ્રેરણારૂપી ફુવારાથી બાળક રૂપી મનને તેમના પાયાને મજબૂત કરે છે બાળકોના અંદર રહેલી શક્તિઓને વિકસિત કરી પુસ્તક ના જ્ઞાન ની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરુ જ શિષ્ય ના સારા ચારિત્ર્ય નું ઘડતર કરી શકે છે. શિક્ષક એ નથી કે કોલસાની ખાણમાં હીરો શોધી કાઢે પણ શિક્ષક એ છે જે કોલસાને હીરો બનાવવાની તાકાત ધરાવે છે.
अक्षर अक्षर हमें सिखाते,
शब्द शब्द का अर्थ बताते,
कभी प्यार से कभी डाँटसे,
जीवन जीना हमें सिखाते ।
ગુરુપૂર્ણિમાનો દિવસ એટલે કે જીવનરૂપી પાઠશાળામાં તેમની પાસેથી પણ જીવન જીવવાનો સાચો માર્ગ અને માર્ગદર્શન મળ્યું હોય તેવા તમામ લોકો જેઓ આપણા માટે ગુરુ ના સ્થાને ગણાય છે આ તમામ ગુરુની અંતઃકરણથી ભાવભર્યું વંદન કરું છું.ગુરુ અને શિષ્ય એક સિક્કાની બે બાજુઓ છે ગુરુદ્વારા શિષ્યને જીવન જીવવાની સાચી દિશા મળી રહે છે મનુષ્ય જીવનના કોઈપણ ક્ષેત્રે કાર્ય સિદ્ધ કરવું હોય સફળતા મેળવવી હોય તો ગુરુની જરૂર પડે છે પછી ભલે તે સામૂહિક ક્ષેત્ર હોય આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય .
“આમ શિક્ષક અને સડક બંને સરખા હોય છે તેઓ બંને ત્યાં સ્થાયી રહે છે અને બીજા અનેકને તેમની મંઝિલ સુધી પહોંચાડી દે છે”.
` ઝાડ વિના પાન નહિ
ગુરુ વિના જ્ઞાન નહિ ‘
આમ આપણી શાળામાં શિક્ષકોને આશીર્વચન આપવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે શાળાના ટ્રસ્ટી શ્રી એ શબ્દ પુષ્પ દ્વારા તથા સ્મૃતિભેટ અર્પણ કરી તમામ ગુરુઓનું સન્માન અને ગૌરવ વધાર્યું હતું. આ શુભ પ્રસંગે શાળાની ભૂતપૂર્વ અવૈયા હરશ્રી એ તમામ ગુરૂઓના ચરણોમાં પોતાના મધુર વક્તવ્ય દ્વારા શુભકામનાઓ પાઠવી શુભાશિષ મેળવ્યા હતા.