gajeravidyabhavanguj
ગુરૂપૂર્ણિમાની ઊજવણી.

“કૃષ્ણ વંદે જગત ગુરુ” આજના આ પવિત્ર ગુરૂપૂર્ણિમાના દિવસ નિમિતે આપણી શાળામાં ગુરૂપદને સન્માન મળે અને તેમની સેવાઓને બિરદાવ્યા માટે ગજેરા ટ્રસ્ટ દ્વારા અને ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને કિંજલ ચુનીભાઈ ગજેરા દ્વારા દરેક શિક્ષક મિત્રોને સ્મૃતિભેટથી સ્વાગત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું મહેમાન પદ આપણી જ શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા એ શોભાવ્યું હતું કાર્યક્રમમાં આચાર્ય પદે રહેનાર ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલના આચાર્યોનું સન્માન ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ હસ્તે કરવામાં આવ્યું હતું તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે સાથે બાળકો દ્વારા વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી અને ગુરૂપૂર્ણિમાની શુભેચ્છઓ પાઠવવામાં આવી હતી અને આજના સમયમાં ગુરૂઓનું સ્થાન ઊંચું રહે તે માટે તથા તેઓની ગરીમાં જળવાય રહે તેવા પ્રયત્નો શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા.
અષાઠ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા. હિંદુ અને બૌદ્ધ ધર્મના લોકોમાટે આ દિવસનું અનેરું મહત્વ દર્શાવે છે. ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી આ પર્વ મનાવવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે અષાઠ સુદ પૂનમ ના દિવસે મહાભારતના રચયિતા વેદ વ્યાસ નો જન્મ થયો હતો તેથી વ્યાસજી નો જન્મદિવસ મનાવવામાં આવે છે અને તેમને સન્માન આપવામાં આવે છે તેથી કેટલાક લોકો તેને વ્યાસપૂર્ણિમા પણ કહે છે
બૌદ્ધધર્મ ના સ્થાપક એવા ભગવાન બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ આ દિવસે આપેલ હોવાથી તેને બુદ્ધપૂર્ણિમા પણ કહેવામાં આવે છે આમ આ દિવસે હિંદુ અને બોદ્ધ ધર્મ માટે અનેરું મહત્વ દર્શાવે છે ભારત સહીત દુનિયાના બોદ્ધધર્મી દેશો પણ આ દિવસની ઉજવણી કરે છે.
અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતા આ પર્વમાં ગુરુનો મહિમાં દર્શાવવામાં આવ્યો છે આ પર્વ નિમિતે દરેક શિલ્પ પોતાના ગુરુને નમન કરે છે અને તેની પૂજા કરે છે આમ માતાપિતા કરતા પણ ગુરુનું જીવનમાં સ્થાન ઉચું દર્શાવે છે ગુરુ જીવનરૂપી માર્ગમાં પ્રકાશ ફેલાવનાર છે વળી ગુરુ શિષ્યના સબંધોમાં નાત, જાત, ધર્મ, કે દેશના વાડા હોતા નથી. ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવાનો દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા.
મનુષ્યનો પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર તેની માતા છે ત્યારબાદ વિદ્યાર્થી જીવનમાં પણ શિક્ષકનું વિશિષ્ઠ સ્થાન છે જે વિદ્યાર્થીને ઉચો સામાજિક દરજ્જો અપાવવામાં મદદરૂપ થાય છે એવી જ રીતે આધ્યાત્મિક જ્ઞાન આપનાર ગુરુનું પણ મહત્વ રહેલું છે.
ગજેરા વિદ્યાભવનમાં દર વર્ષ ગુરુપૂર્ણિમાની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવે છે જેના દ્વારા બાળક ગુરુ-શિક્ષક માતાપિતા પ્રત્યે સન્માનની ભાવના ખીલવે છે.
વર્ષ ૨૦૨૦-૨૧ માં ઓનલાઈન શિક્ષણ પ્રણાલી હોવા છતા ગજેરા વિદ્યાભવનના આચાર્યશ્રીના માર્ગદર્શન તળે આ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે આ દિવસે ગજેરા પરિવાર તરફથી તમામ વાલી મિત્રો ને ગુરુ પૂર્ણિમા ની શુભકામના.