gajeravidyabhavanguj
ગુરૂપૂર્ણિમા.
“ગુરુ વિના જ્ઞાન નથી જ્ઞાન વિના આત્મા નથી ધ્યાન, જ્ઞાન, સંયમ અને કર્મ બધુ ગુરુની ભેટ છે.”
આજરોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 8 થી 12 ગુરુપુર્ણિમા પર્વની ઉજવણી શાનદાર કરવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણી તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન તળાવીયા તેમજ કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિશાળ કોન્ફરન્સ હોલમાં વિધાર્થીઓ અને વિધાર્થિનીઓ દ્વારા ખુરશી પર ગુરુને બેસાડીને બાળકોએ લલાટમાં તિલક કરીને પુજયગુરુનું પૂજન કર્યું તેમજ પુસ્તકો પણ અર્પણ કરવામાં આવ્યાં હતા. તેમજ ગુરુ દ્વારા બાળકોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ગુરુપૂર્ણિમા વિશેનું મહત્વ પણ સમજવામાં આવ્યું હતું. અંધકારથી પ્રકાશ પર્વ સુધી લઈ જાય આ વ્યાસપૂર્ણિમા કહેવાય છે.