top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ગુરુદેવો ભવ

ગુરુ વિના ન મળે જ્ઞાન,

જ્ઞાન વિના ન મળે જગમાં સન્માન;

જીવન ભવસાગર પાર કરવા,

ચાલો વંદન કરીએ ગુરુજનને.“

ગુરુપૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણદેવરાય વ્યાસજીનો જન્મ દિવસ. તેઓ સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા. તેમણે ચાર વેદની રચના પણ કરી હતી અને આ ખુશીમાં પવિત્ર દિવસ એટલે કે અષાઢ સુદ પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે. પ્રાચીન કાળમાં શિક્ષણ નિઃશુલ્ક હતું એ સમયમાં ગુરુ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરુ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસપૂર્ણિમા એ પોતાના યથાશક્તિ દાન-દક્ષિણા આપી ઋણ ચૂકવવા નો નમ્ર પ્રયાસ કરતા હતા.ગુરુપૂર્ણિમા નો ભારતીય સંસ્કૃતિમાં યુગોથી ગુરુનો મહિમા ગવાયો છે વેદો અને ઉપનિષદો થી લઈને સકલશાસ્ત્રો ગુરુ મહિમાનું મંગલ ગાન કરે છે. પરમાત્માની પ્રાપ્તિ પણ ગુરુકૃપાથી જ થાય છે.

ગુરુના પણ કેટલા રૂપ,

ક્યારેક મા બની પ્રેમ ઉપદેશ સમજાવે,

ક્યારેક કૃષ્ણ બની મહાભારત સમજાવે,

ક્યારેક સમય બની દુનિયાને ઘમંડ સમજાવે,

ક્યારેક બહેન બની નિસ્વાર્થ લાગણી સમજાવે,

ક્યારેક શિક્ષક બની જીવનનો પાઠ સમજાવે.


આમ, જેના વિશે લખવા માટે દરિયાની શાહી પણ ઓછી પડે અને વૃક્ષોની કલમ બનાવીએ તો પણ તેમના વિશે ન લખી શકાય અને જેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાનને પણ ભૂલોક પર જન્મ લેવો પડે એટલે ગુરુ ..

“ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય

બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય”.

ગુરુ એટલે જ્ઞાન નો દરિયો તે સ્થાયી રહીને તે વિદ્યાર્થીઓ અને શિષ્યોને વિદેશમાં સિદ્ધિ પામેલા જુએ છે આમ ગુરુ કે શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદા રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે શિષ્યો કે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે સાચી કેળવણી અને માર્ગદર્શન આપે છે ગુરુ એક એવી ધરા છે કે જે બાળકને સાચું-ખોટુ અને સારા -નરસા ની ઓળખ આપે છે. તે પોતાના પ્રેરણારૂપી ફુવારાથી બાળક રૂપી મનને તેમના પાયાને મજબૂત કરે છે બાળકોના અંદર રહેલી શક્તિઓને વિકસિત કરી પુસ્તક ના જ્ઞાન ની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરુ જ શિષ્યના સારા ચારિત્ર્ય નું ઘડતર કરી શકે છે.ગુરુપૂર્ણિમાનો દિવસ એટલે કે જીવનરૂપી પાઠશાળામાં તેમની પાસેથી પણ જીવન જીવવાનો સાચો માર્ગ અને માર્ગદર્શન મળ્યું હોય તેવા તમામ લોકો જેઓ આપણા માટે ગુરુ ના સ્થાને ગણાય છે આ તમામ ગુરુની અંતઃકરણથી ભાવભર્યું વંદન કરું છું.

ગુરુ અને શિષ્ય એક સિક્કાની બે બાજુઓ છે ગુરુદ્વારા શિષ્યને જીવન જીવવાની સાચી દિશા મળી રહે છે મનુષ્ય જીવનના કોઈપણ ક્ષેત્રે કાર્ય સિદ્ધ કરવું હોય સફળતા મેળવવી હોય તો ગુરુની જરૂર પડે છે પછી ભલે તે સામૂહિક ક્ષેત્ર હોય આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્રે હોય ગુરુની સાચા અર્થમાં વ્યાખ્યા જોઈએ તો ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ આમ અંધકારરૂપી અજ્ઞાન માંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર દિવ્ય શક્તિ અને તે જ રીતે સાચા અર્થમાં શિક્ષકની વ્યાખ્યા જોઈએ તો શિસ્ત ,ક્ષમા અને કર્મ આ જડીબુટ્ટી ઘૂંટી બાળક ના જીવનમાંપરિવર્તન લાવે તે જ ખરા શિક્ષક.

કોરી પાટી અને કોરા મન પર કક્કા અને બારખડી થી જ્ઞાનના પ્રથમ હસ્તાક્ષર કરાવનાર એ હાથ અને શિર ને નમન છે.

કલમ સાથે મારા અજ્ઞાનના અંધકારને મિટાવનાર એ પ્રજ્વલિત જ્યોત ને સ્ત્રોતને નમન છે.

ભાષા સાથે ભાન, ભણતર સાથે ગણતર, અને સંજ્ઞા સાથે સમજણ આપનારને નમન છે.

શરમવાદી અને બ્રહ્મવાદીને એક કર્મવાદી અને જ્ઞાનપિપાસુ બનાવવામા જહેમત લઈ ખુદ તપી અને સર્વે વિદ્યાર્થીઓને દીપાવનાર એવા વેદી ઓના શ્રમવાદી એવા સર્વ ગુરુજનોને અંતઃકરણથી નમન છે..

💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐

2,419 views0 comments

Recent Posts

See All
bottom of page